રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બોરસદના ચુવા ગામે અનુસૂચિત જાતિ પરિવાર સાથે માણ્યો અલ્પાહાર
આણંદ, બુધવાર , રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમની આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઝારોલા ખાતે મોડેલ ફાર્મની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ બોરસદ તાલુકાના ચુવા ગામે પહોંચ્યા હતા.
રાજ્યપાલશ્રીએ બોરસદ તાલુકાના ચુવા ગામના અનુસૂચિત જાતિ પરિવારના શ્રી અંબાલાલભાઈ રોહિતના નિવાસસ્થાને જઈને આત્મીયભાવ સાથે પરિવારના તમામ સભ્યો સાથે સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલશ્રીએ પરિવારની રહેણીકરણી અને આજીવિકા વિશે રસપૂર્વક માહિતી મેળવીને તેમની સાથે સહજભાવે અલ્પાહાર માણ્યો હતો.
આ વેળાએ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી પણ ઉપસ્થિત રહ્યા હતા.