રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે

Publish Date : 15/10/2026
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ઝારોલા ગામે રાત્રિસભા યોજાઈ

બાળપણથી જ બાળકોમાં નૈતિક મૂલ્યનું સિંચન કરવા રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને માર્ગદર્શિત કર્યા

આગામી પેઢી માટે જમીન, પર્યાવરણ અને સ્વાસ્થ્ય સુરક્ષિત કરી શકાય તે માટે ગામમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્યપાલશ્રીનો ગ્રામજનોને અનુરોધ

આણંદ, બુધવાર,  આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઝારોલા સ્થિત એચ.જે.પરીખ હાઇસ્કુલ ખાતે ગ્રામજનો સાથે રાત્રિસભા યોજીને સંવાદ સાધ્યો હતો. રાત્રિસભા પૂર્વે ગામના જ અનુસૂચિત જાતિ પરિવારના શ્રી અશોકભાઈના નિવાસસ્થાને પહોંચીને તેમના પરિવાર સાથે સાદા ભોજનનો સ્વાદ માણ્યો હતો. તેમણે સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી તેમની જીવન પરિસ્થિતિ અને પરિવારના જીવન વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી.

રાત્રિસભામાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, સમાજમાં સૌ બાળકોને સમાન શિક્ષણ અને આગળ વધવાની પૂરતી તકો આપવી જોઈએ. વાલીઓએ બાળકોની ટેવો પર સતત નજર રાખવી જોઈએ અને તેમના મિત્ર બનીને તેમને સાચું-ખોટું તથા નૈતિક મૂલ્યો શીખવવા જોઈએ. બાળપણથી મેળવેલા સારા સંસ્કારો અને યોગ્ય માર્ગદર્શનથી જ શ્રેષ્ઠ અને સક્ષમ નાગરિકનું નિર્માણ શક્ય બને છે.

રાજ્યપાલશ્રીએ સામાજિક સમરસતા અને જનકલ્યાણ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, સમાજમાં જ્ઞાતિ કે અન્ય કોઈ પણ જાતના ભેદભાવ ભૂલીને માત્ર પરસ્પર પ્રેમ, સંપ અને સ્નેહથી રહેવું જોઈએ. દરેક વ્યક્તિએ એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી થવું જોઈએ. તેમજ દરેક જીવ અને પ્રાણી માત્ર પ્રત્યે આદર અને સન્માનની ભાવના રાખવી જરૂરી છે.

આ તકે રાજ્યપાલશ્રીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આવનારી પેઢીને સમૃદ્ધ અને રોગમુક્ત ભવિષ્ય આપવા માટે જરૂરી શુદ્ધ જમીન, પાણી, પર્યાવરણ અને જન-આરોગ્યની જાળવણી અર્થે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશી ગાય આધારિત ખેતીથી ખર્ચ ઘટે છે અને ગુણવત્તાસભર ઉત્પાદન પ્રાપ્ત થાય છે.

આ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં પડતી મુશ્કેલીઓ અને અવરોધો અંગે પણ તેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ આજે તારીખ ૧૪/૧૦/૨૦૨૬ ના રોજ સ્વામિનારાયણ મંદિર બોચાસણ ખાતે યોજાનાર પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌ નાગરિકો અને ખેડૂતોને  નિમંત્રણ પાઠવ્યું હતું.

આ રાત્રિસભામાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ઝારોલા ગામના અગ્રણીઓ, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.