શારદીય નવરાત્રીના પ્રથમ પાવન દિને બોરસદ ખાતે ‘ગ્રામ હાટ’નો શુભારંભ: સખી મંડળની બહેનોને મળશે આત્મનિર્ભરતાની નવી દિશા
આણંદ, રવિવાર, શારદીય નવરાત્રીના પાવન પર્વના પ્રથમ દિવસે બોરસદ બસ સ્ટેન્ડ ખાતે મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબન અંતર્ગત સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત “ગ્રામ હાટ” સ્ટોલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. નવરાત્રીના આદ્યશક્તિના આરાધના પર્વે મહિલા શક્તિના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે શરૂ કરવામાં આવ્યો છે.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે આ સરાહનીય આયોજન થકી ગ્રામીણ ક્ષેત્રની બહેનોને પોતાની સુષુપ્ત આવડત, કૌશલ્ય અને અથાક મહેનતને એક નવતર તક પ્રાપ્ત થશે. “ગ્રામ હાટ” જેવા માધ્યમથી સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી સ્થાનિક વસ્તુઓને યોગ્ય બજારમંચ મળશે, જેનાથી તેઓ આર્થિક રીતે વધુ પગભર અને આત્મનિર્ભર બની શકશે. મહિલાઓનું આર્થિક સશક્તિકરણ એ જ સાચા અર્થમાં પરિવાર અને સમાજના વિકાસનો પાયો છે.
મંત્રી શ્રીએ વધુમાં કહ્યું કે સ્થાનિક બહેનોના કૌશલ્ય અને પરિશ્રમને બિરદાવતા તેમની આત્મનિર્ભરતાની યાત્રાને બળ પૂરું પાડ્યું હતું અને બહેનોના ઉત્સાહમાં ઉમેરો કર્યો હતો. મહિલાઓ પોતાના પગ પર ઊભી રહીને આત્મસન્માન સાથે આગળ વધે અને સ્થાનિક ઉત્પાદનોને બળ મળે તે માટે સરકારની પ્રતિબદ્ધતા આ પ્રસંગે ઉજાગર થઈ હતી. ‘ગ્રામ હાટ’નો આ સકારાત્મક પ્રારંભ બોરસદ અને આસપાસના વિસ્તારની મહિલાઓ માટે સમૃદ્ધિ અને સ્વાવલંબનના નવા દ્વાર ખોલશે.