કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો, 1275 નાગરિકોને ઘરઆંગણે મળી સરકારી સેવાઓ
વિવિધ સરકારી યોજનાઓ અને સહાય અંગે સંબંધિત વિભાગો દ્વારા સ્થળ પર જ અપાયું માર્ગદર્શન
આણંદ, શુક્રવાર, કરમસદ–આણંદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને પાયાની સેવાઓનો લાભ એક જ સ્થળેથી અને સરળતાથી પ્રાપ્ત થાય તેવા જનકલ્યાણકારી ઉદ્દેશ્ય સાથે આજે આણંદના ટાઉન હોલ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૬, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ અને ૧૩ ના રહીશો માટે રાખવામાં આવ્યો હતો.
કરમસદ–આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી આર. એન. ડોડીયા,નનાયબ મેયર શ્રી કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુરભાઈ સુથાર દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને નાગરિકોને મળતી સેવાઓ વધુ ઝડપી અને પારદર્શક બને તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત પદાધિકારીઓએ નાગરિકો સાથે સંવાદ સાધીને તેમની રજૂઆતો સાંભળી હતી અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મેયર શ્રી એ જણાવ્યું હતું કે કરમસદ–આણંદ મહાનગરપાલિકા નાગરિકલક્ષી સેવાઓને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે કટિબદ્ધ છે. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સંબંધિત વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા, જેની મુલાકાત પદાધિકારીઓ અને અધિકારીઓએ લીધી હતી. જ્યાં નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ, સહાયલક્ષી સેવાઓ તથા જરૂરી દાખલાઓ અંગે સ્થળ પર જ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
નાગરિકોને તેમના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તે દિશામાં આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી નગરજનોને વાકેફ કરવામાં આવ્યા હતા અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેવા સેતુ કાર્યક્રમમાં 7/12, 8અ ના 77 પ્રમાણપત્રો,113 હેલ્થ વેલનેસ કાર્ડ,108 આવક ના દાખલા, 107 પીએમ સ્વનિધિ યોજના, 59 આધારકાર્ડ માં સુધારા વધારા અપડેશન કરવા, 16 જન્મ મરણ ના દાખલા, 24 મુખ્યમંત્રી શ્રી એપ્રેન્ટીસ યોજના ની અરજીઓ, 18 રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, 17 નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, 16 ઘરેલુ નવા જોડાણ માટેની અરજીઓ, 28 વિધવા સહાય, 08 નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, 83 પીએમ જે માં અરજી, 07 રાશન કાર્ડ માં નામ દાખલ કરવું, 18 નવા બેન્ક એકાઉન્ટ ખોલાવવા, 12 જન ધન યોજના અન્વયે બેંક એકાઉન્ટ ખોલાવવું, 20 આઈસીડીએસ બાળકોના આધારકાર્ડ, 08 રાશનકાર્ડમાં નામ કમી કરવું, 07 રાશનકાર્ડમાં સુધારો કરવો, 07 રેશનકાર્ડ ધારકોની ઈ કેવાયસી કરવા અંગેની સેવા, 29, 18 વર્ષથી ઓછી વય જૂથના લોકોની આધાર નોંધણી, 17 રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, 18 દિવ્યાંગો માટે બસ કન્સેસન પાસ, 15 યુડીઆઇડી કાર્ડ નું રજીસ્ટ્રેશન, 25 મફત વીજળી યોજના પીએમ સૂર્યઘર, 25 કુવરબાઈનુ મામેરુ, 12 રીસીપ કાર્ડ, 08 દિવ્યાંગતા પ્રમાણપત્ર, 12 નમો શ્રી યોજના, 18 વ્યવસાય વેરા અરજી, 02 દિવ્યાંગ લગ્ન સહાય યોજના, 01 ઇ ડબલ્યુ એસ પ્રમાણપત્ર, 07 મેડિકલ ઓફિસર દ્વારા ઉંમર નો દાખલો, 02 લગ્ન નોંધણી પ્રમાણપત્ર, 35 સામાન્ય લોકો માટે બસ કનસ્ટ્રેશન પાસ, 07 વારસાઈ અરજી, 15 અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર, 21 કુંવરબાઈનુ મામેરુ સહાય યોજના, 49 પ્રોપર્ટી ટેક્સ, 23 ગુમાસ્તાધારા, 05 શહેરી વિસ્તાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના મંજૂરીપત્ર, 11 મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય, 12 સંત સૂરદાસ યોજના, 20 સ્કોલરશીપ ફોર્મ, 65 વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર અને 21 રહેઠાણ ના દાખલા મળીને કુલ 1275 નગરજનોને સ્થળ ઉપર જ લાભ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો અને મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.