આણંદ કલેક્ટર કચેરી ખાતે માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી, રાજ્ય માહિતી કમિશનર શ્રી વી.આર. રાવલ દ્વારા અધિકારીઓને અપાયુ માર્ગદર્શન

Publish Date : 09/10/2026
આણંદ કલેક્ટર કચેરી ખાતે માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી, રાજ્ય માહિતી કમિશનર શ્રી વી.આર. રાવલ દ્વારા અધિકારીઓને અપાયુ માર્ગદર્શન

ખેડા અને મહિસાગરના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા

આણંદ, ગુરૂવાર, ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા તા. 5 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન ઉજવાઈ રહેલા માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત આણંદ કલેક્ટર કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય માહિતી કમિશનરશ્રી વી.આર. રાવલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓને માહિતી અધિકાર અધિનિયમ-2005 ની ઝીણવટભરી જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમનો શુભારંભ રાજ્ય માહિતી કમિશનરશ્રી વી.આર. રાવલ, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી આર.એન. ડોડીયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી લલિતકુમાર પટેલ, પ્રાંત અધિકારીશ્રી અને મદદનીશ કલેક્ટર શ્રી અંજલી ઠાકુરના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. જેમાં આણંદ ઉપરાંત ખેડા અને મહિસાગર જિલ્લાના અધિકારીશ્રીઓ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

રાજ્ય માહિતી કમિશનરશ્રી વી.આર. રાવલે જણાવ્યું હતું કે, અરજદારની માહિતીનો યોગ્ય અભ્યાસ કરીને તેને સમયમર્યાદામાં સંતોષકારક અને સ્પષ્ટ માહિતી પૂરી પાડવી એ જાહેર માહિતી અધિકારીની પ્રાથમિક ફરજ છે.

આ કાર્યક્રમ દરમિયાન પીપીટી પ્રેઝન્ટેશન અને બ્રોડકાસ્ટ વિડીયોના માધ્યમથી માહિતી અધિકાર અધિનિયમની વ્યાખ્યા, વિવિધ કલમો, માહિતી કયા સ્વરૂપે અને કેવી રીતે આપવી તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સાથે જ જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીશ્રીની ફરજો અને જવાબદારીઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધિકારીઓને આરટીઆઈ સંદર્ભે મુંઝવતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

પ્રારંભમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ માહિતી કમિશનર શ્રી વી. આર. રાવલને આવકાર્યા હતા.

આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અધિક કલેક્ટરશ્રી રાહુલ ગમારાએ કર્યું હતું, જ્યારે આભાર દર્શન નિવાસી અધિક કલેક્ટરશ્રી લલિતકુમાર પટેલે કરી હતી.