અખબારી યાદી

Publish Date : 08/10/2026
અખબારી યાદી

વિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે IRB Vasad Toll ખાતે કર્મચારીઓ માટે આંખોની તપાસ કેમ્પ યોજાયો

વિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે IRB તથા શંકરા આઈ હોસ્પિટલ, આણંદ દ્વારા વાહન ચાલકો તેમજ IRB Vasad Toll ના કર્મચારીઓ માટે આંખોની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં IRB ના લાયઝન મેનેજર હિમાંશુ શાહ તથા જનરલ મેનેજર રાકેશભાઈ પરમાર અને શંકરા હોસ્પિટલ દ્વારા આ કેમ્પના માધ્યમથી કર્મચારીઓને આંખોના સ્વાસ્થ્ય અંગે જાગૃત થવા તેમજ આંખોને લગતી સમસ્યાઓનું સમયસર નિદાન અને યોગ્ય સારવાર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કેમ્પ દરમિયાન આશરે 100 જેટલા લોકો ની આંખોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 14 વ્યક્તિ ને ડાયલેટેડ રિફ્રેક્શનની જરૂરિયાત જણાઈ હતી, જ્યારે 3 વ્યક્તિ ને મોતિયાના વધુ મૂલ્યાંકન માટે અને 2 વ્યક્તિ ઓ ને રેટિના સંબંધિત તપાસ માટે રિફર કરવામાં આવ્યા હતા.

આ કેમ્પ દ્વારા નિયમિત આંખોની તપાસનું મહત્વ સમજાવવામાં આવ્યું તથા આંખોની સમસ્યાનું વહેલું નિદાન અને સમયસર સારવાર અંગે જાગૃતિ લાવવામાં આવી હતી. વિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે યોજાયેલ આ પહેલ લોકોના આંખોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહી હતી.

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી