આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસ નિમિત્તે આણંદ જિલ્લામાં વયસ્કો માટે સઘન આરોગ્યલક્ષી અભિયાન: વિવિધ સેવાઓનું આયોજન

Publish Date : 08/10/2026
આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસ નિમિત્તે આણંદ જિલ્લામાં વયસ્કો માટે સઘન આરોગ્યલક્ષી અભિયાન: વિવિધ સેવાઓનું આયોજન

આણંદ, બુધવાર,  આણંદ જિલ્લામાં ૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ‘આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસ’ (International Day of Older Persons) ની ઉજવણીના ભાગરૂપે વડીલોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જિલ્લા પંચાયત આણંદના આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યક્રમના  માધ્યમથી વૃદ્ધોના શારીરિક અને માનસિક આરોગ્ય પ્રત્યે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રોને વડીલોની સેવા માટે વિશેષ રીતે સજ્જ કરવામાં આવ્યા હતા.

જિલ્લાના તમામ આયુષ્માન આરોગ્ય મંદિર, સબ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વયોવૃદ્ધો માટે વિશેષ આરોગ્ય તપાસ, સારસંભાળ અને કાઉન્સેલિંગની સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન જે વૃદ્ધોને વધુ સારવારની જરૂર જણાય, તેમને રિફરલ સેવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં કાર્યરત વિવિધ વૃદ્ધાશ્રમોની પણ મુલાકાત લેવામાં આવી, જ્યાં વસતા વડીલો માટે ખાસ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરી તેમના તબીબી પરીક્ષણ અને જરૂરી સારવાર કરવામાં આવી છે.

આ અભિયાનની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તંત્ર દ્વારા એવા વૃદ્ધો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેઓ લાંબા સમયથી બિમાર, અશક્ત અથવા પથારીવશ છે. આવા દર્દીઓના ઘરઆંગણે જઈને આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમની સ્વાસ્થ્ય સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. વડીલોને જરૂરી દવાઓ અને તબીબી માર્ગદર્શન આપવાની સાથે-સાથે તેમના પરિવારજનોનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે, જેથી તેઓ વડીલોની મનોવૈજ્ઞાનિક અને શારીરિક જરૂરિયાતોને સમજી તેમની વધુ સારી રીતે સંભાળ રાખી શકે. ખાસ કરીને બેડરિડન દર્દીઓને જરૂર જણાયે ઉચ્ચ આરોગ્ય સંસ્થાઓમાં ખસેડવા માટે રિફરલ કામગીરીને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

“સ્વસ્થ વૃદ્ધાવસ્થા – સન્માન સાથે જીવન” ના મંત્રને સાર્થક કરવા માટે આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વડીલો સુધી આરોગ્ય સુવિધાઓ તેમના ઘરની નજીક જ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વૃદ્ધજનોનું સ્વાસ્થ્ય, સન્માન અને સુરક્ષા એ આપણી સામૂહિક સામાજિક જવાબદારી છે. આ પ્રવૃત્તિઓ દ્વારા વડીલોને એવો અહેસાસ કરાવવાનો પ્રયાસ છે કે સમાજ અને સરકાર તેમના સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ છે.