‘વિકસિત ભારત ૨૦૪૭ : સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં નાપાડવાંટા શાળાનો વિદ્યાર્થી પઠાણ મોહંમદ અહેમદખાન પ્રથમ ક્રમે વિજેતા

Publish Date : 08/10/2026
‘વિકસિત ભારત ૨૦૪૭ : સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં નાપાડવાંટા શાળાનો વિદ્યાર્થી પઠાણ મોહંમદ અહેમદખાન પ્રથમ ક્રમે વિજેતા

વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ ‘સેવા જ્યોતિ યાત્રા’ અને સંકલ્પ સભાના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરાયા

​આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં યોજાયેલા ‘વિકસિત ભારત ૨૦૪૭ : સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં નાપાડવાંટા ગામની એફ.એ. પ્રાઇમરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલના ધોરણ-૧૧ સાયન્સના તેજસ્વી વિદ્યાર્થી પઠાણ મોહંમદ અહેમદખાન નૂરઅહમદખાને ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

‘૨૫ કરોડ બાળકોનું સ્વપ્નનું ભારત’ વિષય પર આધારિત આ સ્પર્ધામાં આણંદ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પઠાણ મોહંમદ અહેમદખાને પોતાની અદભુત વક્તૃત્વ શૈલી, સર્જનાત્મકતા અને પ્રભાવશાળી વિચારોનું ઉત્તમ પ્રદર્શન કરીને નિર્ણાયકો તથા ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા અને પ્રથમ સ્થાન હાંસલ કરી પોતાની અસાધારણ પ્રતિભા સાબિત કરી હતી.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવનાર વિજેતા વિદ્યાર્થીને વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ ‘સેવા જ્યોતિ યાત્રા’ અને સંકલ્પ સભાના કાર્યક્રમમાં મંત્રી શ્રી સંજય સિંહ મહિડાની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ અને મહાનુભાવોના હસ્તે પ્રશંસનીય પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે શાળા પરિવાર, શિક્ષકો અને ગ્રામજનોએ વિજેતા વિદ્યાર્થીને બિરદાવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.