આણંદ ખાતે ‘વિકસિત ભારત સેવા સંકલ્પ’ અંતર્ગત નવનિર્મિત ‘સેવા જ્યોતિ સર્કલ’નું પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના હસ્તે લોકાર્પણ કરાયુ

Publish Date : 08/10/2026
આણંદ ખાતે 'વિકસિત ભારત સેવા સંકલ્પ' અંતર્ગત નવનિર્મિત 'સેવા જ્યોતિ સર્કલ'નું પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના હસ્તે લોકાર્પણ કરાયુ

આણંદ, બુધવાર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે કરમસદ આણંદ મહાનગરપાલિકા અને આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘વિકસિત ભારત સેવા સંકલ્પ’ અંતર્ગત આણંદ શહેરના સરદાર પટેલ રાજપથ માર્ગ પર આવેલ ૯ વર્ષ જૂના પ્રાપ્તિ સર્કલનું રીનોવેશન કરી તેને નવીન ઓપ આપવામાં આવ્યો છે. આ નવનિર્મિત ‘સેવા જ્યોતિ સર્કલ’નું જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત ‘સેવા જ્યોતિ સર્કલ’ આણંદ શહેરના મુખ્ય માર્ગ સરદાર પટેલ રાજપથ પર શહેરની સુંદરતામાં વધારો કરશે.

‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત ‘સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમ દરમિયાન પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પવિત્ર ‘સેવા જ્યોત’ પ્રજ્વલિત કરવામાં આવી હતી. જિલ્લાના તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રસ્થાન કરીને વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે એકત્રિત થયેલી ‘સેવા જ્યોતિ યાત્રા’ નવનિર્મિત ‘સેવા જ્યોતિ સર્કલ’ પહોંચી હતી. વડાપ્રધાનશ્રીના ૨૫ વર્ષના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પને ઉજાગર કરતી આ યાત્રામાં જિલ્લાભરના નાગરિકો જોડાયા હતા.

સેવા જ્યોતિ સર્કલના લોકાર્પણ પ્રસંગે કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ, જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખશ્રી જીલુભા સિંધા, ધારાસભ્ય સર્વ શ્રી યોગેશભાઈ પટેલ, હર્ષદભાઇ પરમાર, ચિરાગભાઇ પટેલ, વિપુલભાઈ પટેલ,જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર.એન.ડોડીયા, ડેપ્યુટી મેયર શ્રી કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુરભાઈ સુથાર, અધિક કલેક્ટરશ્રી રાહુલ ગમારા, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી જગતભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.