તા. 09 ઓક્ટોબરના રોજ કરમસદ આણંદ મહાનગર પાલિકા નો સેવાસેતુ કાર્યક્રમ ટાઉન હોલ, આણંદ ખાતે યોજાશે

Publish Date : 08/10/2026

મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6,8,9,10,11,12 અને 13 ના રહીશોએ આ સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ

નગરજનો ઘર આંગણે વિવિધ 55 જેટલી યોજનાઓના લાભો મેળવી શકશે

આણંદ, બુધવાર, રાજ્ય સરકાર દ્વારા 12 મા તબક્કાનો શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે આગામી તારીખ 09 ઓક્ટોબર શુક્રવારના રોજ સવારે 9:00 કલાકે ટાઉન હોલ, આણંદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ સાંજના 17-00 કલાક સુધી ચાલશે જેમાં અરજદારો બપોરના 14-00 કલાક સુધી પોતાની અરજી આપી શકશે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6,8,9,10,11,12  અને વોર્ડ નંબર 13 ના રહીશો માટે આ સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે.

આ સેવા સેતુ કાર્યક્રમ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર.એન. ડોડીયા, મનપાના ડેપ્યુટી મેયર શ્રી કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન શ્રી મયુરભાઈ સુથાર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ વોર્ડના રહીશો સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી વિવિધ 55 જેટલી યોજનાકીય સહાય સહિત લાભ સેવા સેતુ કાર્યક્રમમાં ટાઉનહોલ આણંદ ખાતે હાજર રહીને મેળવી શકશે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી વિવિધ યોજનાકીય સહાય અને લાભો મેળવવા માટે હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.