તા.૧૦ ઓક્ટોબરના રોજ પેટલાદ તાલુકાના વડદલા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

Publish Date : 08/10/2026

આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે  ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના 55 પ્રકારના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ ૧૦ ઓક્ટોબર શુક્રવારના રોજ સવારના 9-00 કલાકથી પેટલાદ તાલુકાના વડદલા આર.એફ.પટેલ.હાઈસ્કૂલ ખાતે આજુબાજુના ૦૮ ગામો જેવા કે પંડોળી, ખડાણા, દંતેલી, માણેજ, ભુરાકુઇ, ધૈર્યપુરા, વડદલા અને કણીયા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

આ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામજનો રાજ્ય સરકારની વિવિધ 55 જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે મેળવી શકશે. આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.