તા.08 ઓક્ટોબરના રોજ આણંદ તાલુકાના વલાસણ, સોજીત્રા તાલુકાના કાસોર,બોરસદ તાલુકાના દહેમી અને તારાપુર તાલુકાના મિલરામપુરા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

Publish Date : 06/10/2026

આણંદ,સોમવાર, આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે 7 થી 8 ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના 55 પ્રકારના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 08 ઓક્ટોબર ગુરુવારના રોજ સવારના 9-00 કલાકથી આણંદ તાલુકાના વલાસણ પ્રાથમિક શાળા ખાતે આજુબાજુના 07 ગામો વલાસણ, ગાના,વાસખીલીયા,મેધવા ગાના, ખાંધલી, સંદેશર, અને જોળ ગામના ગ્રામજનો માટે, સોજીત્રા તાલુકાના કાસોર કન્યા શાળા ખાતે આજુબાજુના 10 ગામો મલાતજ, કાસોર, ત્રંબોવાડ,વિરોલ (સો), ઇસણાવ,ખણસોલ,દેવા તળપદ, ભડકદ, બાંટવા અને પીપળાવ ખાતે, ત્યારબાદ બોરસદ તાલુકાના દહેમી પ્રાથમિક શાળા ખાતે આજુબાજુના 06 ગામો દહેમી, નામણ,નાપા વાંટા, નાપા તળપદ, સિંગલાવ અને ધોબીકુઇના ગ્રામજનો માટે અને તે જ દિવસે તારાપુર તાલુકાના મિલરામપુરા સરકારી માધ્યમિક શાળા ખાતે આજુબાજુના 10 ગામો દુગારી, કાનાવાડા, મિલરામપુરા, ખડા, મોટા કલોદરા, જાફરગંજ, રીંઝા, નભોઈ, ચિતરવાડા અને પચેગામ ગામના ગ્રામજનો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

આ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામજનો રાજ્ય સરકારની વિવિધ 55 જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે મેળવી શકશે. આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.