બોચાસણ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
ઘર આંગણે જ નાગરિકોના પ્રશ્નો અને અરજીઓનો સકારાત્મક નિકાલ કરીને વહીવટી તંત્રે લોકાભિમુખ શાસનનો અભિગમ સાર્થક કર્યો: મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ
આણંદ, શુક્રવાર, ગુજરાત સરકારના પ્રજાલક્ષી અને લોકાભિમુખ શાસનના અભિગમને વધુ સુદ્રઢ બનાવતા ‘સેવા સેતુ-૨.૧’ કાર્યક્રમ અંતર્ગત બોરસદ તાલુકાના બોચાસણ ગામની પ્રાથમિક શાળા ખાતે નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રામજનોને ઘર આંગણે મળતી વિવિધ કલ્યાણકારી સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે “રાજ્ય સરકારનો મુખ્ય ધ્યેય છે કે સામાન્યમાં સામાન્ય માનવીને પોતાના કામો માટે સરકારી કચેરી ખાતે જવાની જરૂર ન પડે અને તમામ યોજનાકીય લાભો સીધા તેમના ઘર આંગણે જ મળી રહે. સેવા સેતુ કાર્યક્રમ એ નાગરિકોની સુખાકારી વધારવાનું અને વહીવટમાં પારદર્શિતા લાવવાનું એક સશક્ત માધ્યમ બન્યું છે તેમ મંત્રી શ્રીએ વધુમાં કહ્યું હતું.
તાલુકા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા સ્થળ પર જ ઉપસ્થિત રહીને નાગરિકોની અરજીઓનો ત્વરિત અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો, જેનાથી ગ્રામજનોનો સમય અને શ્રમ બન્નેની બચત થઈ હતી. આ તકે બોચાસણ અને આસપાસના વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી યોજનાકીય સહાય, જરૂરી પ્રમાણપત્રો તેમજ વિવિધ વહીવટી સેવાઓ એક જ કેમ્પસમાં સરળતાથી ઉપલબ્ધ કરાવી આપવામાં આવી હતી.
બોચાસણ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપીને વિવિધ સેવાઓનો લાભ મેળવ્યો હતો. સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ આવતા ગ્રામજનોએ રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

બોચાસણ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

બોચાસણ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

બોચાસણ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

બોચાસણ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

બોચાસણ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો