ગાંધી જયંતી નિમિત્તે આણંદ કલેક્ટર કચેરી ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’: જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ સ્વયં શ્રમદાન કરી સફાઈ સફાઈ અભિયાનમાં લીધો ભાગ
આણંદ, શુક્રવાર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ‘સ્વચ્છતા એ જ સેવા’ અને ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આણંદ કલેક્ટર કચેરી સંકુલમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય બાપુના સ્વચ્છતાના સંદેશને સાર્થક કરવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના નેતૃત્વ હેઠળ નિવાસી અધિક કલેકટર શ્રી લલિતકુમાર પટેલ, નાયબ કલેકટર શ્રી સન્ની પટેલ, મામલતદાર શ્રી ગોહેલ, મામલતદાર શ્રી રાવ સહિત તમામ અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓએ ઉત્સાહભેર જોડાઈને સફાઈ કરી હતી.
કલેક્ટર કચેરી સંકુલના દરેક માળ અને ખૂણે-ખૂણાને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે વિશેષ શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન કચેરીની છત પર સ્થાપિત કરવામાં આવેલી સોલાર પેનલ્સની ખાસ સફાઈ કરવામાં આવી હતી, જેથી ઊર્જા ઉત્પાદનની ક્ષમતા જળવાઈ રહે. આ ઉપરાંત, કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડ અને પરિસરમાં ઉગી નીકળેલા બિનજરૂરી ઝાડી-ઝાંખરને દૂર કરીને સમગ્ર કચેરી પરિસરને સ્વચ્છ અને આહલાદક રૂપ આપવામાં આવ્યું હતું.
ઝુંબેશ દરમિયાન કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ કલેક્ટર કચેરીની તમામ શાખાઓનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. તેમણે શાખાઓમાં રેકોર્ડ વર્ગીકરણ, જૂના અને બિનજરૂરી સામાન તેમજ કાટમાળના યોગ્ય નિકાલ અંગે સઘન સમીક્ષા કરી હતી. સરકારી દફતરોની સુચારુ જાળવણી થાય તેમજ નાગરિકોને ઝડપી અને પારદર્શી સેવાઓ મળી રહે તે હેતુથી કલેક્ટરશ્રીએ સ્થળ પર જ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી અને માર્ગદર્શક સૂચનાઓ પૂરી પાડી હતી.
કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આ તબક્કે જણાવ્યું હતું કે આ સફાઈ અભિયાન માત્ર પરિસર પૂરતું સીમિત ન રહેતા કર્મચારીઓના સ્વાસ્થ્યની કાળજી લેવા પર પણ ખાસ ભાર મૂકયો હતો. આ અભિયાનના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે પીવાના પાણીની ગુણવત્તાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. કચેરીમાં કલરકામ અને સુશોભન સહિતની સુધારણા કામગીરી હાથ ધરીને સમગ્ર કચેરી વાતાવરણને વધુ કાર્યક્ષમ અને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી પોતે સફાઈ કામગીરીમાં જોડાયા હોવાથી કચેરીના સમગ્ર સ્ટાફમાં એક નવો ઉત્સાહ અને પ્રેરણા જોવા મળ્યા હતા. અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ એકજૂથ થઈને “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના મંત્રને ચરિતાર્થ કર્યો હતો. ગાંધી જયંતીના આ અવસરે આણંદ જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી આ વ્યાપક સફાઈ ઝુંબેશથી સરકારી કચેરીઓમાં સ્વચ્છ, સુઘડ વાતાવરણ અને આજુબાજુ નો વિસ્તાર અને સકારાત્મક કાર્ય સંસ્કૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.