આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન  ન્યુ ઓક્શન શરૂ

Publish Date : 03/10/2026

તા.08 થી 12 ઓક્ટોબર સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

તા.12 થી 14 ઓક્ટોબર સુધી ઓક્શનનું બિડિંગ કરવાનું રહેશે

આણંદ, ગુરૂવાર , એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE  ની નવી સિરીઝ  GJ-23-EN -0001 થી 9999 શરૂ કરવામાં આવી છે.

પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલિકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ONLINE http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે.

તા.08-10-2026 ના રોજ બપોરે 4-00 કલાકથી તા.12-10-2026 ના રોજ બપોરે 4-00 કલાક સુધીમાં AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે તેમજ તા.12-10-2026 ના રોજ બપોરે 4-00 કલાકથી તા.14-10-2026 ના રોજ બપોરના 4-00 કલાક સુધીમાં AUCTION નું Bidding કરવાનું રહેશે.

વધુમાં વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી 60 દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. જે અરજદારે ખરીદી સમયથી 07 દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે તેવાજ અરજદારો AUCTION માં ભાગ લઇ શકશે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આણંદ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.