આણંદ તાલુકાના ચિખોદરામાં ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમારની ઉપસ્થિતિમાં ‘આંગણ મિલન ઉત્સવ’ની ઉજવણી
Publish Date : 01/10/2026
આણંદ, બુધવાર, આણંદ તાલુકા પંચાયત હસ્તકની આઈ.સી.ડી.એસ. શાખા ઘટક-૨ દ્વારા તાજેતરમાં ચિખોદરા સ્થિત નડિયાદુ નાકુ આંગણવાડી કેન્દ્ર ખાતે ‘આંગણ મિલન ઉત્સવ’ની ઉજવણી ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમાર અને મહાનુભાવોના હસ્તે સગર્ભા માતાઓને માતૃશક્તિ પોષણયુક્ત આહાર નું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત નાના ભૂલકાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાના ભૂલકાઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો.
ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમારે જણાવ્યું હતું કે આંગણવાડીની પ્રવૃત્તિઓ અને બાળકોના પોષણ તેમજ શિક્ષણ સ્તર અંગે જાગૃતિ ફેલાવવામાં આવી જેના માધ્યમથી ભૂલકાઓ, સગર્ભા માતાઓ અને તેમના વાલીઓ આંગણ મિલન કાર્યક્રમ નો હેતુ અને પોષણયુક્ત આહાર લેવાથી થતા ફાયદાની જાણકારી મેળવી હતી.
બાળ વિકાસ યોજના અધિકારી, આઈ.સી.ડી.એસ. ઘટક-૨, આણંદે જણાવ્યું હતું કે આ પ્રકારના ‘આંગણ મિલન ઉત્સવ’ આંગણવાડી કેન્દ્રોની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને વાલીઓને કેન્દ્ર સાથે સીધી રીતે જોડે છે.
આ આંગણ મિલન ઉત્સવમાં મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા હતા, જેનાથી બાળકોના વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં લોકભાગીદારી સુદ્રઢ બની હતી.