Close

તા. 01 ઓક્ટોબરના રોજ પેટલાદ તાલુકામાં સિહોલ ગામે, બોરસદ તાલુકામાં દાવોલ ગામે અને ખંભાત નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

Publish Date : 30/09/2026

આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અને નગરપાલિકાઓ ખાતે શહેરી કક્ષાનો 12 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે સાત થી આઠ ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના 55 પ્રકારના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 01લી ઓક્ટોબર ગુરુવાર ના રોજ સવારના 9-00 કલાકથી પેટલાદ તાલુકાના સિહોલ ગામે પ્રાથમિક શાળા ખાતે આજુબાજુના 09 ગામો જેમાં સિહોલ, આસી, ફાંગણી, ભાટીએલ, બોરીયા, અગાસ, ઈસરામા, રંગાઈપુરા અને અરડી ગામના ગ્રામજનો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. તેવી જ રીતે આ જ દિવસે બોરસદ તાલુકાના દાવોલ ગામે પ્રાથમિક શાળા ખાતે 06 ગામો જેમાં બોદાલ, કસુંબાડ, હરખાપુરા, દાવોલ, વાસણા (બો) અને નિસરાયા ગામના રહીશો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે જેનો ગ્રામજનો લાભ મેળવી શકશે.

ખંભાત નગરપાલિકા ખાતે આજ દિવસે એટલે કે તારીખ  01લી ઓક્ટોબર 2026 ના દિવસે સવારે 9:00 કલાકથી વોર્ડ નંબર 1 થી 5 ના રહીશો માટે રજપુત સમાજની વાડી, પીઠ બજાર, ખંભાત ખાતે શહેરી કક્ષાનો 12 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

આ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી નગરજનો રાજ્ય સરકારની વિવિધ 55 જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે મેળવી શકશે. આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનો, નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.