Close

તા.29 સપ્ટેમ્બર ના રોજ આણંદ તાલુકાના નાવલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

Publish Date : 29/09/2026

ઘર આંગણે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવા ગ્રામજનોને અનુરોધ

આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે સાત થી આઠ ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 29 મી સપ્ટેમ્બર 2026 મંગળવારના રોજ આણંદ તાલુકાના નાવલી પ્રાથમિક કુમાર શાળા ખાતે સવારે 9-00 કલાકથી સેવાસેતુ કાર્યક્રમ શરૂ થશે. નાવલી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં હાડગૂડ, ગોપાલપુરા, ઝાંખરીયા, વડોદ અને નાવલી ગામના લોકો લાભ મેળવી શકશે.

આણંદ તાલુકાના નાવલી પ્રાથમિક શાળા  ખાતે સવારે 9:00 કલાક થી યોજાનાર સેવા સેતુ કાર્યક્રમનો ગ્રામજનોએ લાભ મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.