અખબારી યાદી
Publish Date : 28/09/2026
‘સેવા હી સંકલ્પ’ અભિયાન અંતર્ગત આણંદના વહેરાખાડી ખાતે સફાઇ ઝુંબેશ હાથ ધરાઇવહેરાખાડી ખાતે આવેલો ઘાટ તેમજ આસપાસના વિસ્તારોની મહાનુભાવોએ કરી સફાઇ
આણંદ, રવિવાર : આણંદના પર્યટન સ્થળ ગણાતાં વહેરાખાડી ખાતે 27મી સપ્ટેમ્બરને રવિવારના રોજ ‘સેવા હી સંકલ્પ’ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયાં હતાં.
આણંદ જિલ્લામાં 17મી સપ્ટેમ્બર,2026થી ‘સેવા હી સંકલ્પ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકિય કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જે સંદર્ભે વહેરાખાડી ખાતે 27મી સપ્ટેમ્બર,2026ને રવિવારના મહાનુભાવોની હાજરીમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સફાઇ ઝુંબેશમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સહિતના મહાનુભાવોએ વહેરાખાડી અને આસપાસના વિસ્તારમાં સફાઇ કરી હતી. આ પ્રસંગે રાજકીય અગ્રણીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, પૂર્વ મંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, અગ્રણીશ્રી સંજયભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો જોડાયાં હતાં.

અખબારી યાદી

અખબારી યાદી