Close

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકરોલ ગેટ અને જીટોડીયા ખાતે કચરાના વર્ગીકરણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો: નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહવાન

Publish Date : 28/09/2026

આણંદ, રવિવાર, કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવાના ભગીરથ પ્રયાસોના ભાગરૂપે બાકરોલ ગેટ અને જીટોડીયા વિસ્તાર ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ દરમિયાન સ્થાનિક નગરજનોને ઘરમાં ઉત્પન્ન થતા કચરાના યોગ્ય નિકાલ અને તેના વર્ગીકરણ અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. મહાનગરપાલિકાની ટીમ દ્વારા લોકોને પ્રત્યક્ષ રીતે ભીના અને સૂકા કચરાના તફાવત વિશે માહિતગાર કરીને સ્વચ્છતા પ્રક્રિયામાં ભાગીદાર બનવા પ્રોત્સાહિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે કે ઘરમાંથી નીકળતા ભીના અને સૂકા કચરાને અલગ-અલગ રાખીને જ ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરવા આવતી સત્તાવાર ગાડીમાં જ આપવો. જાહેર જગ્યાઓ પર કચરો ન ફેંકીને માત્ર અધિકૃત વાહનોમાં જ કચરો આપવાથી શહેરની સ્વચ્છતા જાળવવામાં મોટો બદલાવ લાવી શકાય છે. નાગરિકોનો આ નાનો સરખો સહયોગ મહાનગરને સ્વચ્છ અને ગૌરવવંતું બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વચ્છ ભારત અભિયાન’ના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયેલી આ ઝુંબેશમાં મહાનગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને સક્રિય સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીના સ્વચ્છતાના આ દેશવ્યાપી સંદેશને જન-જન સુધી પહોંચાડીને દરેક નાગરિક પોતાના ઘર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાની પ્રાથમિક જવાબદારી સ્વીકારે તે સમયની માંગ છે.
બાકરોલ ગેટ અને જીટોડીયા ખાતે યોજાયેલા આ પ્રોગ્રામ અંગે સ્થાનિક રહીશો સાથે વાત કરતા ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો હતો. લોકોએ મહાનગરપાલિકાની આ પહેલને બિરદાવી હતી અને પોતાના ઘરમાંથી જ કચરાનું વર્ગીકરણ કરીને મહાનગરપાલિકાના ડોર-ટુ-ડોર વાહનોમાં જ કચરો આપવાનો તથા આ સ્વચ્છતા ઝુંબેશમાં સંપૂર્ણ સાથ-સહકાર આપવાનો સકારાત્મક સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે અને વિવિધ વિસ્તારોમાં નગરજનોને કચરો અલગ અલગ રાખવા અને ડોર ટુ ડોર ગાડીમાં કચરો આપવા માટે જાણકારી આપવા માટેના કાર્યક્રમોનું આયોજન મનપાના તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જે સમગ્ર મનપા વિસ્તારમાં નિયમિત આ રીતે કાર્યક્રમને યોજીને લોકોને જાણકારી આપવામાં આવશે.