Close

આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ

Publish Date : 28/09/2026

તારીખ 28 સપ્ટેમ્બર ના રોજ આણંદ તાલુકાના ખંભોળજ ગામે, ઉમરેઠ તાલુકાના ખાખણપુર ગામે, પેટલાદ તાલુકાના બાંધણી ગામે અને આકલાવ તાલુકાના બામણગામ ગામે કાર્યક્રમ યોજાશે

ઘર આંગણે વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા અનુરોધ

આણંદ, શુક્રવાર, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બારમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અંતર્ગત આણંદ જિલ્લામાં ગ્રામજનોને ઘર આંગણે જ વિવિધ સરકારી યોજના ના લાભો મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 28મી સપ્ટેમ્બર ના રોજ સવારે 9:00 કલાકે  શરૂ થશે. ઉમરેઠ તાલુકાના ખાખણપુર પ્રાથમિક શાળા ખાતે બેચરી, નવાપુરા, ભાટપુરા, ધુળેટા, ખાખણપુર, રતનપુરા, ગંગાપુરા, આશીપુરા, સુંદલપુરા, અને સુરેલી ગામના ગ્રામજનો, આણંદ તાલુકા ના ખંભોળજ પ્રાથમિક શાળા ખાતે ખંભોળજ, કાસોર, રાહતુલાલ, કુજરાવ અને કણભઈભૂરા ગામના ગ્રામજનો, પેટલાદ તાલુકાના બાંધણી પ્રાથમિક શાળા ખાતે બાંધણી, રવિપુરા, મોરડ, સંજાયા, રાવલી, પોરડા, સુણાવ, વિશ્નોલી, વટાવ અને ભવાનીપુરાના ગ્રામજનો અને આંકલાવ તાલુકામાં 28 સપ્ટેમ્બર ના રોજ સવારે 9:00 કલાકે બામણગામ ગામની પ્રાથમિક શાળા ખાતે બામણ ગામ, તારપુરા, ગંભીરા, નવાખલ, મોટી સંખ્યાડ, નાની સંખ્યાડ, નારપુરા, દેવાપુરા, ખડોલ,  બિલપાડ, લાલપુરા, જીલોડ અને નવાપુરા ગામના ગ્રામજનો આ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ યોજનાકીય સહાયના લાભો સ્થળ ઉપર જ મેળવી શકશે જે મેળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.