Close

બોરસદ તાલુકાના કાવીઠા ગામમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ દીકરીઓને સાઈકલ વિતરણ કરી પ્રોત્સાહિત કરાઈ

Publish Date : 28/09/2026

આર.બી. પટેલ હાઈસ્કૂલ, કાવીઠાના રાજ્યકક્ષાએ પસંદ થયેલા કબડ્ડી ખેલાડીઓનું  મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા અભિવાદન

આણંદ શુક્રવાર, ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ અને ‘સેવા સંકલ્પ અભિયાન’ના સંયુક્ત ઉપક્રમે બોરસદ તાલુકાના કાવીઠા ગામમાં શિક્ષણ અને રમતગમતને પ્રોત્સાહન આપતો એક વિશેષ કાર્યક્રમ ના રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કાવીઠા સ્થિત આર.બી. પટેલ હાઈસ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કન્યા કેળવણીને બળ આપવા માટે દીકરીઓને મંત્રીશ્રીના હસ્તે સાઈકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સામાજિક કલ્યાણ વિભાગની આ યોજના હેઠળ સાઈકલ મેળવીને વિદ્યાર્થીનીઓના ચહેરા પર ખુશી જોવા મળી, અને આ પગલું અંતરિયાળ વિસ્તારની દીકરીઓ માટે શિક્ષણની રાહ વધુ સરળ બનાવશે તેવો આશાવાદ મંત્રી શ્રી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

શૈક્ષણિક પ્રોત્સાહન આપવા સાથે આ અવસરે રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા યુવા ખેલાડીઓને પણ બિરદાવવામાં આવ્યા હતા. આર.બી. પટેલ હાઈસ્કૂલમાંથી કબડ્ડીની રમત માટે રાજ્યકક્ષાએ પસંદગી પામેલા તેજસ્વી રમતવીરો સાથે મંત્રી શ્રી એ સીધો સંવાદ સાધ્યો હતો. આ રમતવીરોને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરી તેમના કૌશલ્યને યોગ્ય દિશા આપવા શાળા કક્ષાએથી જ રમતગમત ક્ષેત્રે ખેલાડીઓ તૈયાર થાય તે માટે રાજ્ય સરકાર અને શાળાના સંયુક્ત પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નયનાબેન ઠાકોર, તાલુકા પંચાયત સદસ્ય શ્રી નિકિતાબેન પટેલ, કાવીઠા ગામના સરપંચ શ્રી સચીનભાઈ પટેલ, આર.બી. પટેલ હાઈસ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

બોરસદ તાલુકાના કાવીઠાથી ઢૂંડાકુવા સુધીના રૂ. 1.60 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર માર્ગનું ખાતમુહૂર્ત