બોરસદ તાલુકાના કાવીઠાથી ઢૂંડાકુવા સુધીના રૂ. 1.60 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર માર્ગનું ખાતમુહૂર્ત
Publish Date : 28/09/2026
કાવીઠા-ઢૂંડાકુવા માર્ગના નવીનીકરણથી સ્થાનિક પરિવહન ક્ષમતા અને કનેક્ટિવિટીમાં થશે વધારો-મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
આણંદ, શુક્રવાર, બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માળખાગત સુવિધાઓના સુદ્રઢીકરણ અને ગ્રામીણ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના હેતુથી કાવીઠાથી ઢૂંડાકુવા સુધીના 2.6 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ માર્ગના નિર્માણ માટે રૂ.1.60 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે આજે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ખાતમુહૂર્ત કરી વિકાસના કામોને ગતિ આપવામાં આવી છે, જેનાથી આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પરિવહનની સુવિધા વધુ ઝડપી બનશે. નવા બનનાર રોડના કારણે ખેડૂતો અને વિદ્યાર્થીઓ સહિત તમામ ગ્રામજનોને રોડ કનેક્ટિવિટીના માધ્યમથી અવરજવર કરવામાં સુવિધા રહેશે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી નયનાબેન ઠાકોર અને તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી નિકિતાબેન પટેલ, કાવિઠા ગામના સરપંચ શ્રી સચિનભાઈ પટેલ, અગ્રણી શ્રી અનિલભાઈ ઠાકોર, શ્રી વિજયભાઈ સોનેરા, શ્રી ગોપાલભાઈ વાળંદ, શ્રી લાલજીભાઈ તેમજ ગામના અન્ય વરિષ્ઠ આગેવાનો, અને ગ્રામજનો આ પ્રસંગે હાજર રહ્યા હતા.