Close

વલ્કન ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી પેટલાદ તાલુકામાં ₹10 લાખના ખર્ચે ભૂલકાઓ માટે આધુનિક આંગણવાડીનું થશે નિર્માણ

Publish Date : 25/09/2026

શિક્ષણ અને સંસ્કારના સમન્વય સાથે આંગણવાડીના નૂતન ભવનનું ભૂમિપૂજન કરતા નાના રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

આણંદ, ગુરૂવાર, પેટલાદ તાલુકામાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને પાયાના શિક્ષણને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુ સાથે વલ્કન ઇન્ડસ્ટ્રીયલ પ્રા. લિ. ના વિશેષ સહયોગથી નિર્માણ પામનાર નવીન આંગણવાડીનું ખાતમુહૂર્ત નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અંદાજીત ૧૦ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી આ આંગણવાડી ગ્રામીણ વિસ્તારના બાળકો માટે આધુનિક સુવિધાઓ અને ભણતરનું ઉત્તમ માધ્યમ બની રહેશે. આ નવીન આંગણવાડીનું નિર્માણ બાળકોના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ સોપાન પુરવાર થશે તેમ તેમણે વધુમાં કહ્યું હતું.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા આંગણવાડીના ભૂલકાઓને ચોકલેટનું વિતરણ કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શિક્ષણની સાથે સામાજિક મૂલ્યોનું જતન થાય તેવા ઉદ્દેશ્ય સાથે ગામના વૃદ્ધ વડીલોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વલ્કન ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર શ્રી આદિત્યભાઈ ગાંધી, શ્રી અંકિત ગાંધી અને શ્રી કેતનકુમાર પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન વાઘેલા, પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રણજીતસિંહ પરમાર, ઉપપ્રમુખ શ્રી જ્યોતિબેન સોલંકી,જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુરેશભાઈ સોલંકી, અગ્રણીશ્રી નિલેશભાઈ દવે, શ્રી વિજયભાઈ ચાવડા, શ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી હિતેન્દ્રસિંહ પરમાર,  તાલુકા પંચાયત સભ્ય શ્રી ગોરધનભાઈ વાઘેલા, શ્રી ગીતાબેન સોલંકી સહિત ગામના સરપંચ, પંચાયતના વિવિધ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.