Close

આણંદ ખાતે સપ્ટેમ્બર માસનો જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Publish Date : 24/09/2026

જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કુલ ૧૬ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું

આણંદ, બુધવાર , રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે.

જે અન્વયે આણંદ જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, આણંદના સભાખંડ ખાતે સપ્ટેમ્બર માસનો જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારોની વિવિધ વિભાગોને સંલગ્ન રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના – માર્ગદર્શન આપ્યુ હતું.

આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા જાહેર રસ્તા પરના દબાણ, વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ, પ્રદુષણ બાબત, ગેરકાયદેસર કબજા અને ગેરરીતી અંગે, સ્વામિત્વ કાર્ડ તથા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા સહિતના વિષયો જેવી બાબતોના પ્રશ્નો રજૂ કરાયા હતા જે બદલ અધિકારીઓને યોગ્ય નિકાલ કરવા કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કુલ ૧૬ અરજદારોના વિવિધ બાબતો અંગેના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી, નિવાસી અધિક કલેકટરશ્રી લલીતકુમાર પટેલ, અધિક કલેકટરશ્રી રાહુલ ગમારા, પ્રાંત અધિકારીશ્રી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા.

આણંદ ખાતે સપ્ટેમ્બર માસનો જિલ્લા કક્ષાનો 'સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો