સુંદરણા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં જનસુખાકારીના કાર્યોનો ધોધ: ૨૧૦૦ થી વધુ અરજીઓનો સ્થળ પર નિકાલ
Publish Date : 23/09/2026
પેટલાદ તાલુકાના ૧૩ ગામોના નાગરિકો માટે સુંદરાણામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
ગામડાના ઉંબરે આવ્યું સુશાસન: સેવા સેતુના માધ્યમથી સરકારી સેવાઓનું પારદર્શક વિતરણ
સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા અનુરોધ કરતા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
આણંદ, મંગળવાર, પેટલાદ તાલુકાના સુંદરાણા ગામે નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના ‘સેવા સેતુ’ અભિયાન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં સુંદરાણા સહિત આસપાસના કુલ ૧૩ ગામોના નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા ઘરઆંગણે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોની ૨૧૦૦થી પણ વધુ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ઘર આંગણે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો જ્યારે મળતા હોય ત્યારે ગ્રામજનોને જિલ્લા કે તાલુકા ની કોઈપણ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં અને સરકારના અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારમાં આવીને એક જ છત નીચે એક જ દિવસમાં યોજનાકીય લાભ પુરા પાડી રહ્યા છે ત્યારે ગ્રામજનોએ આ સેવા સેતુ ના માધ્યમથી લાભો મેળવવા જોઈએ પતેમ મંત્રી શ્રી એ કહ્યું હતું.
આ કાર્યક્રમમાં સૌથી વધુ પ્રશ્નો મહેસૂલ વિભાગને લગતા પ્રાપ્ત થયા હતા, જેમાં ખેડૂતો અને ગ્રામજનોને જરૂરી એવા સાત-બાર અને આઠ-અના ઉતારા તેમજ અન્ય મહેસૂલી નકલોનો સમાવેશ થાય છે. મહેસૂલ વિભાગ દ્વારા કુલ ૧૫૪૨ જેટલી અરજીઓ સ્વીકારવામાં આવી હતી અને આ તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરી નાગરિકોને સ્થળ પર જ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પમાં ૨૯૦ જેટલા નાગરિકોએ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરાવી હતી. કૃષિ વિભાગ દ્વારા ૧૮૭ ખેડૂતોને મેડિસિન સારવારને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્રો માટેની કુલ ૩૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના ૨૪ બાળકોના આધાર કાર્ડની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડમાં નામ દાખલ કરવા, નામ કમી કરવા કે સુધારા વધારા કરવા જેવી અગત્યની સેવાઓ પણ સ્થળ પર જ પુરી પાડવામાં આવી હતી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કુલ ૪૪ જેટલી અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો હતો. દિવ્યાંગો માટે એસ.ટી. બસ કન્સેશન પાસ અને અન્ય યોજનાઓનો લાભ પણ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો.
આ સેવા સેતુ કાર્યક્રમમાં પેટલાદના પ્રાંત અધિકારી શ્રી કિંજલબેન દેસાઈ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સરપંચ શ્રી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, અગ્રણીશ્રીઓ, ગામ આગેવાન સહિત લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.