Close

તારાપુર તાલુકાના ખાખસર ગામે યોજાયો ‘સેવા સેતુ’ કાર્યક્રમ, ૧૧૭૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ

Publish Date : 23/09/2026

તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ‘સેવા સેતુ’ના માધ્યમથી ગ્રામજનોને મળ્યો સરકારી સેવાઓનો લાભ

આણંદ, મંગળવાર, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ખાખસર ગામમાં ગ્રામ્ય વિસ્તાર માટે યોજાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે વહીવટી તંત્રની સક્રિયતાને પરિણામે પ્રજાના પ્રશ્નોનું ત્વરિત અને અસરકારક નિરાકરણ આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોની સેવાઓ માટે કુલ ૧૧૭૮ અરજીઓ પ્રાપ્ત થઈ હતી  આ તમામ ૧૧૭૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરીને ૧૦૦ ટકા સફળતા હાંસલ કરી છે.

સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન મહેસૂલી દસ્તાવેજો અને આરોગ્યલક્ષી સેવાઓ મેળવવા માટે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌથી વધુ ૪૫૦ અરજીઓ સાત-બાર અને આઠ-અના ઉતારા જેવા મહેસૂલી પ્રમાણપત્રો માટે મળી હતી, આરોગ્ય ક્ષેત્રે પણ ઉમદા કામગીરી કરતા ૨૦૦ હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબિટીસ અને બી.પી. તપાસણી), ૧૮૦ દર્દીઓને સ્થળ પર મેડિસિન સારવાર અને ૫૦ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પશુપાલકો માટે પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર અને કૃત્રિમ બીજદાન જેવી સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની અરજીઓનો પણ આ કાર્યક્રમમાં ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં પીએમ જે.એમ.વાય (PMJAY) માટે ૪૭ અરજીઓ, નમોશ્રી યોજના માટે ૨૧ અરજીઓ અને ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો સમાવેશ થાય છે. રેશનકાર્ડમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારણા કરવા માટે કુલ ૫૪ જેટલી અરજીઓનો નિકાલ કરાયો હતો, જ્યારે ૭૦ રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી (e-KYC) પણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ઈ-કેવાયસીની કામગીરી પણ સ્થળ પર જ કરવામાં આવી હતી.

ગ્રામીણ વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે આધાર કાર્ડની કામગીરી તથા વિવિધ દાખલાઓની પ્રક્રિયા અત્યંત સુગમ બનાવવામાં આવી હતી. નાના બાળકોના આધાર કાર્ડથી લઈને સુધારા-વધારા સુધીની ૩૦ જેટલી અરજીઓ ઉકેલવામાં આવી હતી. આ ઉપરાંત, આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો અને નોન-ક્રીમીલેયર પ્રમાણપત્રો, મિલકત આકારણીના ઉતારા અને નિરાધાર વૃદ્ધ સહાય જેવી વ્યક્તિગતલક્ષી અરજીઓનો પણ સકારાત્મક નિકાલ થતા ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.

આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. ક્રિષ્નાબેન ઉપાધ્યાય, તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, સરપંચ શ્રી સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તારાપુર તાલુકાના ખાખસર ગામે યોજાયો 'સેવા સેતુ' કાર્યક્રમ, ૧૧૭૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ