કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ જનભાગીદારીથી શહેરને સ્વચ્છ બનાવવાના મંત્ર સાથે મનપા વિસ્તારમાં ૫૧ સ્થળોએ સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમ યોજાયો
Publish Date : 19/09/2026
‘મારો વિસ્તાર – મારી જવાબદારી’ની ભાવના સાથે શહેરના ખૂણે ખૂણે સફાઈ અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા
મહાનગરપાલિકાના કમિશનર શ્રી, મેયર શ્રી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ એકસાથે મળી સફાઈ સેવા યજ્ઞમાં યોગદાન આપ્યું
આણંદ, શુક્રવાર, કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી અને નાગરિક જાગૃતિના હેતુથી એક વ્યાપક સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન હેઠળ મનપા વિસ્તારના કુલ ૫૧ જેટલા નિર્ધારિત સ્થળોએ એકસાથે સફાઈ ઝુંબેશ હાથ ધરીને સ્વચ્છતાનો મજબૂત સંદેશ જનતા સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા મહાનગરપાલિકાએ શહેરને વધુ સુંદર અને સ્વસ્થ બનાવવાની પોતાની કટિબદ્ધતા પ્રદર્શિત કરી હતી.
આ સ્વચ્છતા અભિયાનમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલ, કમિશનર શ્રી જેમણે પોતે શ્રમદાન કરીને નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમની સાથે તમામ ૫૧ સ્થળોએ જે તે વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ અભિયાનની વિશેષતા એ રહી હતી કે તેમાં માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ સ્થાનિક નાગરિકો અને વિવિધ સામાજિક સંગઠનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે સ્વચ્છતાના આ કાર્યક્રમમાં જનભાગીદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવાની સાથે કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કચરાના યોગ્ય વર્ગીકરણ અંગે નાગરિકોને પ્રત્યક્ષ સમજણ પૂરી પાડવામાં આવી હતી જેથી ભવિષ્યમાં કચરાના નિકાલની પ્રક્રિયા વધુ સરળ બની શકે. જનજાગૃતિના ભાગરૂપે લોકોને સ્વચ્છતા જાળવવા અને જાહેર સ્થળોને ગંદા ન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકા દ્વારા આ તકે નાગરિકોને “મારો વિસ્તાર – મારી જવાબદારી”ની ભાવના કેળવવા ભાવભરી અપીલ કરવામાં આવી હતી. મનપા તંત્રએ જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની જવાબદારી માત્ર પાલિકાની જ નહીં, પરંતુ દરેક નાગરિકની છે. જનપ્રતિનિધિઓ અને તંત્રના સંયુક્ત પ્રયાસોથી જ શહેરના વિકાસ અને સ્વાસ્થ્યને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકાશે. “સ્વચ્છ શહેર – સ્વસ્થ શહેર”ના ઉમદા સંકલ્પ સાથે કરમસદ–આણંદ મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારે સ્વચ્છતા અભિયાન હાથ ધરી મહાનગરને સ્વચ્છ રાખવાની કટિબદ્ધતા દર્શાવી હતી.