Close

ખંભાત તાલુકાની વટાદરા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓએ ગામની ૧૯૨૮માં સ્થાપિત ઐતિહાસિક લાયબ્રેરીની મુલાકાત લીધી

Publish Date : 16/09/2026

પુસ્તકો સાથે જ્ઞાનની સફર: ધોરણ-૬ની વિદ્યાર્થીનીઓએ નવ દાયકા જૂના જ્ઞાનના ભંડારને નજીકથી નિહાળ્યો

આણંદ, સોમવાર, ખંભાત તાલુકાની વટાદરા પ્રાથમિક કન્યા શાળા દ્વારા વિદ્યાર્થીનીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધે અને તેઓ ઐતિહાસિક વારસાથી પરિચિત થાય તેવા હેતુ સાથે એક વિશેષ શૈક્ષણિક મુલાકાતનું આયોજન શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાની ધોરણ-૬ની વિદ્યાર્થીનીઓએ વટાદરા ગામમાં વર્ષ ૧૯૨૮-૨૯માં સ્થાપિત થયેલી અતિ પ્રાચીન અને ઐતિહાસિક લાયબ્રેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીનીઓને પુસ્તકોની દુનિયા અને ગ્રંથાલયના મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી.

આ શૈક્ષણિક પ્રવાસનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા શીતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન શીતલબેને વિદ્યાર્થીનીઓને ખૂબ જ રસપ્રદ શૈલીમાં લાયબ્રેરીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પુસ્તકો માણસના સાચા મિત્રો છે અને જ્ઞાન મેળવવા માટે વાંચન જેવી બીજી કોઈ શ્રેષ્ઠ આદત નથી. જીવનમાં પુસ્તકોનું સ્થાન અને વાંચનથી થતા માનસિક તેમજ બૌદ્ધિક ફાયદાઓ વિશેની માહિતીએ વિદ્યાર્થીનીઓમાં એક નવી જિજ્ઞાસા જગાડી હતી.

આશરે નવ દાયકા કરતાં પણ વધુ જૂની આ લાયબ્રેરીમાં સચવાયેલા વિવિધ પુસ્તકો અને જ્ઞાનના ભંડારને જોઈને વિદ્યાર્થીનીઓ મંત્રમુગ્ધ થઈ હતી. તેમણે લાયબ્રેરીની કાર્યપદ્ધતિ અને ત્યાં ઉપલબ્ધ સાહિત્યની વિગતો જાણીને આનંદ સાથે નવીન જાણકારી મેળવી હતી. શાળા દ્વારા આયોજિત આ પ્રવૃત્તિ વિદ્યાર્થીનીઓ માટે માત્ર એક મુલાકાત ન બની રહેતા, જ્ઞાન, વાંચન અને સંસ્કારના સિંચન માટેની એક યાદગાર સફર સાબિત થઈ હતી.