Close

ખંભાત તાલુકાના નાના કલોદરા ખાતે સીલીકોસીસ જાગૃતિ સેમિનાર યોજાયો

Publish Date : 11/09/2026

​આણંદ, બુધવાર, ખંભાત તાલુકાના નાના કલોદરા ગામ ખાતે સીલીકોસીસ રોગ અંગે જનજાગૃતિ કેળવવા તેમજ આ રોગથી પીડિત દર્દીઓ અને મૃતકોના પરિવારજનોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે માટે ખાસ માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી તાજેતરમાં એક ‘સીલીકોસીસ જાગૃતિ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં મદદનીશ સરકારી શ્રમ અધિકારી શ્રી પી.બી. બારીયા દ્વારા સીલીકોસીસ રોગ થવાના કારણો, તેના લક્ષણો, રોગથી બચવાના ઉપાયો અને જરૂરી સારવાર અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે સીલીકોસીસથી અસરગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારો માટે સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ સહાયકારી અને કલ્યાણકારી યોજનાઓ વિશે પણ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી અને પાત્ર લાભાર્થીઓને તેનો લાભ લેવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સીલીકોસીસ રોગ અંગે અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો, રોગથી બચવા માટે જરૂરી સાવચેતી અને સુરક્ષાત્મક પગલાં અંગે લોકોને માહિતગાર કરવાનો, તેમજ સીલીકોસીસથી અસરગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે સુનિશ્ચિત કરવાનો હતો.

સેમિનારના પરિણામે ઉપસ્થિત દર્દીઓ, પરિવારજનો તેમજ ગ્રામજનોને સીલીકોસીસ રોગના કારણો, લક્ષણો, નિવારણ, સારવાર અને સરકારશ્રીની વિવિધ સહાય યોજનાઓ અંગે જરૂરી જાણકારી પ્રાપ્ત થઈ હતી.

કાર્યક્રમ દ્વારા સીલીકોસીસ રોગના નિવારણ માટે જરૂરી સાવચેતી રાખવા માટે, તેમજ પાત્ર અસરગ્રસ્ત પરિવારોને સરકારશ્રીની યોજનાઓ હેઠળ મળવાપાત્ર લાભો પ્રાપ્ત કરવા માટે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.