Close

ખેલ મહાકુંભ ૨૦૨૬

Publish Date : 31/08/2026

રજિસ્ટ્રેશનનો થયો પ્રારંભ

તા. ૨૨ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે

આણંદ, શનિવાર, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતવીરો માટેના સૌથી મોટા ઉત્સવ ‘ખેલ મહાકુંભ ૨૦૨૬’ ના રજિસ્ટ્રેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના ખેલાડીઓ પોતાની ક્ષમતા દર્શાવી શકે તે માટે આ મંચ પૂરું પાડવામાં આવ્યું છે.

​ખેલ મહાકુંભ ૨૦૨૬ માં  ભાગ લેવા માટે તા. ૨૯ ઓગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આ વર્ષે વિવિધ ૩૯ રમતોનો આયોજનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર જીતવાની તક તેમજ અન્ય સરકારી યોજનાઓનો લાભ મળશે.

રજિસ્ટ્રેશન માટે ખેલાડીઓ સત્તાવાર વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in પર જઈને પોતાની નોંધણી કરાવી શકે છે. વધુ માહિતી કે સહાય માટે ટોલ ફ્રી નંબર 1800 274 6151 પર સંપર્ક કરી શકાશે.