નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો માટે આણંદ ખાતે હેલ્પલાઇન જાહેર
Publish Date : 29/08/2026
આણંદ જિલ્લાના નાગરિકોએ કંટ્રોલરૂમ નંબર 02692-243222 , 269788 અને 269885 તથા હેલ્પલાઇન નંબર 1077 પર સંપર્ક કરવા અનુરોધ
આણંદ, ગુરુવાર, નેપાળના વિવિધ વિસ્તારોમાં અચાનક ગતરોજ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોને ત્યાં ને લઈને આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે અને તેના નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
આણંદ જિલ્લાના કોઈપણ નાગરિક નેપાળમાં પ્રવાસે ગયેલા અથવા રોકાયેલા હોય અને અસરગ્રસ્ત થયા હોય કે ફસાયેલા હોવાની માહિતી મળે તો તેમના પરિવારજનો, સગાં-સંબંધીઓ તથા ટૂર ઓપરેટરો દ્વારા તાત્કાલિક આણંદ જિલ્લા કંટ્રોલરૂમ 02692-243222 , 269788 અને 269885 અથવા હેલ્પલાઇન 1077 પર સંપર્ક કરવા માટે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
આ ઉપરાંત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 07923251900 તથા વૉટ્સએપ નંબર 9978405304 તથા હેલ્પલાઇન નંબર 1070 જાહેર કરવામાં આવ્યા છે. જેના પર પણ નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો અથવા તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની તાત્કાલિક મદદની જરૂર હોય તો વિલંબ કર્યા વિના હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા જણાવાયું છે.
નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન +977 985 131 6807 અને +977 970 910 7500 પણ જાહેર કરવામાં આવ્યા છે. આ નંબરો ઉપર જરૂરિયાતવાળા નાગરિકો અથવા તેમના પરિવારજનો તાત્કાલિક સંપર્ક કરી શકે છે.