નારી વંદન સપ્તાહ અંતર્ગત આણંદ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી અન્વયે કાર્યક્રમ યોજાયો
Publish Date : 07/08/2026
આણંદ, ગુરૂવાર , કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર, આણંદ દ્વારા નારી વંદન સપ્તાહ અંતર્ગત આણંદના ઓમશાંતિ હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
મહિલા નેતૃત્વ દિવસ અન્વયે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લામાં ખેતીવાડી ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા તમામ સન્માનિત મહિલાઓ દ્વારા પોતાના સંઘર્ષ દ્વારા કઈ રીતે સફળ થયા અને સમાજને ઉપયોગી બન્યા તે પોતાના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ મહિલાઓને સક્ષમ અને સશક્ત બને તે માટે વિવિધ પ્રવૃતિ દ્વારા રમતોથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી નિલેશ્વરીબા ગોહેલ અને બ્રહ્માકુમારી સંસ્થાના પ્રમુખશ્રી સંધ્યાબેન દ્વારા પ્રાસંગિત ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું.
DHEW એકાઉન્ટટશ્રી નિત્યાબેન સુથાર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમજ PBSC કાઉન્સિલરશ્રી શબનમબેન ખલિફા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસરશ્રી સહિત અન્ય સ્ટાફગણ, મહિલા સરપંચશ્રી, બ્રહ્માકુમારી સંસ્થાના પ્રમુખશ્રી સંધ્યાબેન અને સ્ટાફગણ, દિપક ફાઉન્ડેશનના ટ્રેનીંગ કોઓર્ડિનેટર જયંતિભાઈ ચૌહાણ, જિલ્લા પશુપાલન કચેરીના વેટરનરી ડૉક્ટરશ્રી, જિલ્લા ખેતીવાડી કચેરીના કર્મચારીગણ, આંગણવાડી વર્કર/કાર્યક્રર, ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન(DHEW)ના, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના, ‘સખી’ વન સ્ટોપ સેન્ટરના અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

નારી વંદન સપ્તાહ અંતર્ગત આણંદ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી અન્વયે કાર્યક્રમ યોજાયો

નારી વંદન સપ્તાહ અંતર્ગત આણંદ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી અન્વયે કાર્યક્રમ યોજાયો

નારી વંદન સપ્તાહ અંતર્ગત આણંદ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી અન્વયે કાર્યક્રમ યોજાયો