કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદ બાદ રોગચાળાને ડામવા મનપાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં
Publish Date : 05/08/2026
મહાનગરપાલિકા વિસ્તારમાં ૯૯ ટીમો દ્વારા સઘન સર્વેક્ષણ અને આરોગ્ય લક્ષી કામગીરી શરૂ
વાહકજન્ય અને પાણીજન્ય રોગો અટકાવવા ડોર-ટુ-ડોર સર્વે અને ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી
પાણીજન્ય રોગોના અટકાયત માટે પીવાના પાણીની ગુણવત્તા જાળવવા જળ સ્ત્રોતોનું સુપર ક્લોરીનેશન કરવામાં આવ્યું
આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે સંભવિત રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સઘન અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી વિરામ બાદ પાણીજન્ય અને વાહકજન્ય રોગો ફાટી ન નીકળે તે હેતુથી કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ ઝાડા-ઉલટી અને ટાઈફોઈડ જેવા રોગોને ફેલાતા અટકાવવા માટે માઈક્રો પ્લાનિંગ સાથે કામગીરી કરવામાં આવી રહી છે.
વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની ૯૯ જેટલી ટીમો દ્વારા ઘર-ઘર ફરીને સઘન સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ટીમો દ્વારા ઘરની અંદર અને આસપાસ ભરાયેલા પાણીના પાત્રો જેવા કે કુલર, ફ્રીજની ટ્રે, ટાયર અને કુંડાની ઝીણવટભરી તપાસ કરી એન્ટિ-લાર્વલ કામગીરી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં મચ્છરના ઉપદ્રવને રોકવા માટે ટેમિફોસના દ્રાવણનો છંટકાવ કરવાની સાથે થર્મલ ફોગિંગની કામગીરી પણ સઘન બનાવવામાં આવી છે. જનજાગૃતિ માટે અઠવાડિયામાં એક દિવસ ‘ડ્રાય-ડે’ ઉજવીને પાણીના પાત્રો ખાલી કરી સુકવવાની સમજણ પણ આપવામાં આવી રહી છે.
પાણીજન્ય રોગોના અટકાયત માટે પીવાના પાણીની ગુણવત્તા જાળવવા જળ સ્ત્રોતોનું સુપર ક્લોરીનેશન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર ક્લોરીન ટેબ્લેટ્સ અને ઓઆરએસ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. ફીલ્ડ સ્ટાફ દ્વારા તાવના દર્દીઓના બ્લડ સ્મીયર લઈ સ્થળ પર જ પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.
કરમસદ-આણંદ કોર્પોરેશન વિસ્તારમાં કુલ ૩૧,૯૪૦ની વસ્તીને સર્વેક્ષણ હેઠળ આવરી લેવામાં આવી છે. આરોગ્ય ટીમો દ્વારા કુલ ૧૮,૬૬૨ પાણી ભરેલા પાત્રોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી પોરા જોવા મળેલા ૨૧૭ પાત્રોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. પીવાના પાણીના સુરક્ષા માટે ૫૧૦ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી ૪૨૭ ટેસ્ટ પોઝિટિવ માલુમ પડેલ છે અને ૧૦૪૩ ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. વધુમાં, ૪ મેડિકલ કેમ્પ યોજીને ૧૦૦ જેટલા દર્દીઓની તપાસ કરી જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવી છે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદ બાદ રોગચાળાને ડામવા મનપાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદ બાદ રોગચાળાને ડામવા મનપાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદ બાદ રોગચાળાને ડામવા મનપાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદ બાદ રોગચાળાને ડામવા મનપાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં