Close

આણંદ જિલ્લામાં ભારે વરસાદના પગલે પાંચ મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ: તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાની જાહેરાત

Publish Date : 03/08/2026

તારાપુર, બોરસદ, સોજીત્રા અને પેટલાદ તાલુકાના પાંચ રસ્તાઓ પર પાણી ફરી વળતા અવરજવર માટે સ્થગિત કરાયા

વરસાદી પાણીના ઓવર ટોપિંગને કારણે રસ્તાઓ પર જોખમી સ્થિતિ સર્જાતા જાહેર જનતાની સુરક્ષા માટે લેવાયો નિર્ણય

વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરાયા

સ્થળ પર બેનરો લગાવી સૂચના અપાઈ

આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં ગતરોજ થયેલા અતિભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી જિલ્લાના પાંચ માર્ગો ઉપર થી પાણીનો પ્રવાહ જતો હોય અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે.

આ રસ્તાઓ પરથી પાણીનો પ્રવાહ પસાર થવાને કારણે (ઓવર ટોપિંગ) વાહનચાલકોની સુરક્ષા જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને જોતા તારાપુર, બોરસદ, સોજીત્રા અને પેટલાદ તાલુકાના અસરગ્રસ્ત માર્ગો પર વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો છે અને નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ ગઢવી એ જણાવ્યું કે તારાપુર તાલુકામાં ખાખસર ક્રોસિંગથી કાનાવાડા રોડ પર પાણી ફરી વળતા આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે બોરસદ તાલુકામાં રાસ-વિરસદ રોડ અને પેટલાદ તાલુકામાં દંતાલી-ફાંગણી-ભાટિયેલ રોડ પર પાણીનો પ્રવાહ વહેતો હોવાથી વાહનોની અવરજવર અટકાવી દેવાઈ છે. આ ઉપરાંત વડતાલ-વલેટવા-ચાંગા-મલાતજ-ડભોઉ રોડ તેમજ તારાપુર તાલુકાના જીણજ-પાદરા રોડ પર પણ ઓવર ટોપિંગની સમસ્યા સર્જાતા આ માર્ગો તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ રસ્તાઓ બંધ થવાને કારણે જિલ્લાના  તારાપુર તાલુકાના ચાંગડા, કનેવાલ, જીણજ અને પાદરા ગામો તેમજ બોરસદ તાલુકાના વિરસદ, રણોલી, ખાનપુર, સેજપુર અને રાસ ગામ, પેટલાદ તાલુકાના દંતાલી, ફાંગણી અને ભાટિયેલ સહિત સોજીત્રા તાલુકાના ડભોઉ ગામના રહીશોને પણ અવરજવરમાં અવરોધ ઉભો થયો છે. આ તમામ વિસ્તારોમાં સામાન્ય જનતાની સલામતી જળવાઈ રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ પર સાવચેતીના બેનરો લગાવી માર્ગો બંધ હોવાની સૂચના આપવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુસાફરો અને ગ્રામજનો માટે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. કનેવાલથી તારાપુર થઈ કાનાવાડા તરફ જઈ શકાશે, જ્યારે રાસથી ઝારોલા અને ત્યાંથી ચુવા થઈ વિરસદ તરફના માર્ગનો ઉપયોગ કરી શકાશે. પેટલાદ તરફ જવા માટે દંતાલીથી પેટલાદ કોલેજ ચોકડી થઈ રંગાઈપુરાથી ફાંગણી તરફનો રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત કનેવાલથી ઈન્દ્રણજ થઈને પણ તારાપુર પહોંચી શકાશે.

જિલ્લા કલેકટર શ્રીના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને પાણી ઓસર્યા બાદ આ પાંચ રસ્તાઓ પુનઃ કાર્યરત કરવામાં આવશે.