Close

તારાપુર તાલુકામાં ભારે વરસાદ વચ્ચે પ્રશાસન એલર્ટ: ખડા PHC વિસ્તારની ૧૫ સગર્ભા માતાઓને સલામત સ્થળે ખસેડાઈ

Publish Date : 01/08/2026

આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને ડીડીઓ શ્રી દેવાહુતીનું સીધું માર્ગદર્શન: નીચાણવાળા વિસ્તારની સગર્ભા માતાઓના સુરક્ષિત સ્થળાંતર માટે ખાસ કવાયત

પ્રસુતિની નજીકની તારીખ ધરાવતી માતાઓને એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ અને સુરક્ષિત રહેઠાણો પર શિફ્ટ કરાયા

આરોગ્ય વિભાગના ડોક્ટર અને સ્ટાફની સરાહનીય કામગીરી

આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદ અને આગામી સમયમાં અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કામગીરીના ભાગરૂપે તારાપુર તાલુકાના ખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) હેઠળના નીચાણવાળા વિસ્તારોમાં રહેતી અને જેમને ટૂંક સમયમાં જ પ્રસુતિ થવાની શક્યતા છે તેવી ૧૫ જેટલી સગર્ભા માતાઓને સલામત સ્થળે ખસેડવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. સંભવિત પૂર કે વરસાદી પાણી ભરાવાની સ્થિતિમાં સગર્ભા માતાઓની આરોગ્ય સેવાઓમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના સીધા માર્ગદર્શન  હેઠળ સમગ્ર જિલ્લા સહિત તારાપુર તાલુકામાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા ગામોના લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની પ્રક્રિયામાં સગર્ભા માતાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને તેમની ટીમ દ્વારા ખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરીને નજીકની એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી (EDD) ધરાવતી માતાઓની ઓળખ કરી તેમને તત્કાલ શિફ્ટ કરવામાં આવ્યા છે.

સ્થળાંતરની આ કામગીરી અંતર્ગત કુલ ૧૫ સગર્ભા માતાઓમાંથી ૩ માતાઓને વધુ સારી તબીબી દેખરેખ માટે તારાપુર ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માં દાખલ કરવામાં આવી છે. જ્યારે અન્ય ૧૨ સગર્ભા માતાઓને તેમના સગા-સંબંધીઓના ઘરે સીફ્ટ કરવામાં આવી છે. આ તમામ માતાઓને ખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અને સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ મારફતે પૂરી તકેદારી સાથે જે-તે સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.

તારાપુર તાલુકાના નભોઈ, પચેગામ અને કનાવાડા ગામની પ્રસુતિની નજીક પહોંચેલી ૦૩ માતાઓને સી.એચ.સી. તારાપુર ખાતે રીફર કરવામાં આવી છે. આ ઉપરાંત કનાવાડા-૪, જાફરગંજ-૦૨,  મિલરામપુરા-૦૨,  દુગારી, રિંઝા, ગલીયાણા અને ચાંગડા ગામોમાંથી એક એક સગર્ભા માતાઓને અન્ય સલામત સ્થળોએ ખસેડીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ સ્તરે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.