Close

 આણંદ જિલ્લામાં થયેલા ભારે વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા

Publish Date : 27/07/2026

ભારે વરસાદની પરિસ્થિતિમાં જાન-માલની નૂકશાની નિવારવા અગમચેતીના પગલાં સાથે પ્રત્યેક અધિકારી કાર્ય કરે : રાજ્ય મંત્રી શ્રી સંજ્યસિંહ મહિડા

આણંદ, શુક્રવાર : આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદ અને ત્યારબાદની પરિસ્થિતિની સમિક્ષા અર્થે આણંદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રીશ્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે સમિક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદથી વાકેફ બની, આગામી દિવસોમાં આણંદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાઓને ધ્યાને લઈ જાન-માલની નૂકશાની ના થાય તે માટે જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને વરસાદની વિકટ પરિસ્થિતિમાં આગોતરા આયોજન દ્વારા અગમચેતીના પગલા સાથે કાર્ય કરવા જણાવ્યું હતુ.

તેમણે ભારે વરસાદની વર્તમાન પરિસ્થિતિમાં જરૂરી પગલાઓ લેવા માર્ગદર્શન આપતાં ઉમેર્યું હતુ કે, ભારે વરસાદના કારણે માનવ મૃત્યુ કે પશુ મૃત્યુની ઘટના સમયે તુરંત જ જરૂરી સહાયની કામગીરી હાથ ધરાય તે અત્યંત જરૂરી છે. એટલું જ નહી પરંતુ વરસાદના કારણે રસ્તાઓ તુટવાના કે ઝાડ પડવાથી વાહન વ્યવહારને અસર થાય તેવા કિસ્સામાં પણ રસ્તા રીપેર અને ઝાડ હટાવવા જેવી કામગીરી સત્વરે હાથ ધરી વાહનવ્યવહાર ઝડપભેર પૂર્વવત થાય તે પણ અત્યંત જરૂરી છે.

મંત્રીશ્રીએ વરસાદની પરિસ્થિતીમાં પણ વીજ પુરવઠો સાતત્યપૂર્ણ રીતે ચાલુ રહે તે માટે સબંધિત અધિકારીશ્રીને તાકિદ કરી કોઈ કારણસર વીજ પુરવઠો બંધ થાય તો તે તુરત ચાલુ થાય તે માટેની કામગીરી અગત્યતાના ધોરણે કરવા જણાવ્યું હતુ.

તેમણે વરસાદ બાદ લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને રોગચાળો ના ફેલાય તે માટે વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવા, સફાઈની સઘન કામગીરી કરવાની સાથે પાણી કલોરીનેશનની કામગીરી જેવા અગમચેતીના પગલા ભરવા પણ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતુ.

આ બેઠક મંત્રી શ્રી મહિડાએ જિલ્લામાં થયેલ વરસાદ, ડિઝાસ્ટર કંટ્રોલરૂમ, રોડ-રસ્તા અને વીજ પુરવઠાની સ્થિતિ, માનવ અને પશુ મૃત્યુ, રેસ્ક્યુ ટીમની વ્યવસ્થા, નદી કાંઠાના ગામોની સ્થિતિ અને પાણી ભરાવાના બનાવો વિશે વિગતવાર માહિતી મેળવી આ બાબતે હાથ ધરાયેલ કામગીરી અને આગામી આયોજન વિશે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.

આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને અગ્રણી શ્રી સંજ્યભાઈ પટેલે જરૂરી સુચનો કર્યા હતા. બેઠકના પ્રારંભમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લામાં પડેલા ભારે વરસાદની પરિસ્થિતિથી મંત્રીશ્રીને વાકેફ કરી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ કામગીરીનો ચિતાર આપ્યો હતો.

આ બેઠક પહેલા પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી દેવાહૂતિ, કરમસદ – આણંદ મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી આર. એન. ડોડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી લલીતકુમાર પટેલ, સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.