Close

આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનો સરાહનીય પ્રયાસ

Publish Date : 24/07/2026

ઉમરેઠ તાલુકા પંચાયત કમ્પાઉન્ડ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર પર ગ્રાહકોનો ઉત્સાહ

ઉમરેઠ ખાતે ચાલુ વરસાદમાં પણ પ્રાકૃતિક ખેત પેદાશો ખરીદવા ગ્રાહકો વેચાણ કેંદ્ર પર પહોંચ્યા

આણંદ, ગુરૂવાર , નાગરિકોના આરોગ્યની જાળવણી અને ઝેરમુક્ત ખેત પેદાશો સરળતાથી મળી રહે તે હેતુથી આત્મા પ્રોજેક્ટ, ઉમરેઠ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આણંદના સંયુક્ત ઉપક્રમે ઉમરેઠ તાલુકા પંચાયતના કમ્પાઉન્ડ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રનો લાભ લેવા ચાલુ વરસાદમાં પણ ઉમરેઠ નગરના ગ્રાહકો છત્રી લઈને ઉત્સાહભેર કેન્દ્ર પર પહોંચ્યા હતા. શહેરીજનોએ રસપૂર્વક પ્રાકૃતિક શાકભાજી, કઠોળ અને અનાજની ખરીદી કરી હતી.

વિષમ હવામાન અને વરસાદી વાતાવરણ હોવા છતાં નાગરિકો તરફથી મળતા આવા સકારાત્મક અને સાતત્યપૂર્ણ પ્રતિસાદને કારણે પ્રાકૃતિક ખેતી કરતા સ્થાનિક ખેડૂતોમાં પોતાની પેદાશોના સીધા વેચાણ માટેનું પ્રોત્સાહન વધે છે. તેમજ ગ્રાહકોને શુદ્ધ-સાત્વિક ખોરાક અને ખેડૂતોને તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ પણ મળી રહ્યા હોવાનુ આત્મા પ્રોજેક્ટ, ઉમરેઠના બ્લોક ટેકનોલોજી મેનેજર સુરેશ મહેરીયા દ્વારા જણાવાયુ છે.