Close

આણંદ જિલ્લાના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં પ્રવેશ કરવા તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ

Publish Date : 24/07/2026

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાહુલ જી. ગમારા (GAS) એ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના હદ વિસ્તારમાં આવતા નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં કોઇપણ વ્યક્તિ/ વ્યક્તિ સમૂહો/ પ્રવાસીઓના પ્રવેશ કરવા પર તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમ તા.૨૯/૦૭/૨૦૨૬ થી તા.૨૮/૦૮/૨૦૨૬ સુધી આણંદ જિલ્લાના હદ વિસ્તારના તમામ નદી, તળાવ, નહેર, દરિયા, જળાશયો સહિતના વિસ્તારમાં અમલમાં રહેશે. તેમજ આ હુકમનો ભંગ કરનાર અથવા તે માટે મદદ કરનાર શિક્ષાને પાત્ર થશે.