Close

કરમસદ આણંદ મહાનગરપાલિકા કમિશનર એક્શન મોડમાં: મોડી રાત્રે સફાઈ કામગીરીનું આકસ્મિક નિરીક્ષણ કર્યું

Publish Date : 24/07/2026

ચોમાસા પૂર્વેની તૈયારીઓ અંગે કમિશનરની રાત્રિ મુલાકાત: સફાઈ કર્મીઓને સાંભળ્યા અને જરૂરી સૂચનાઓ આપી

મહાનગરને સ્વચ્છ બનાવવાની કવાયત: કમિશનરે રાત્રે રસ્તા પર ઉતરીને વ્યવસ્થાઓની જાત તપાસ કરી

સફાઈ કામગીરી અને કર્મચારીઓના કલ્યાણ અંગે કમિશનરની ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા

આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગત રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતી સાફ-સફાઈની કામગીરીનું આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા પ્રશાસન જ્યારે એક્શન મોડમાં છે, ત્યારે કમિશનરે સ્વયં ટાઉનહોલથી લઈને કરમસદ, વિદ્યાનગર અને શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર રાત્રિ દરમિયાન થતી સફાઈ કામગીરીની જાત તપાસ કરી હતી. કમિશનર શ્રી એ આ મુલાકાતનો ઉદ્દેશ્ય જણાવતા કહ્યું કે શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાનો અને વરસાદી મોસમમાં નાગરિકોને કોઈ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા આકસ્મિક મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી.

આ આકસ્મિક મુલાકાત દરમિયાન કમિશનરે માત્ર વ્યવસ્થાઓનું જ નિરીક્ષણ નહોતું કર્યું, પરંતુ ફિલ્ડ પર કામ કરતા સફાઈ કર્મીઓ સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધીને તેમની સ્થિતિની પણ જાણકારી મેળવી હતી. તેમણે સફાઈ કામદારોને નિયમિત પગાર મળે છે કે કેમ, તેમના આરોગ્યની નિયમિત તપાસણી થાય છે કે નહીં અને કામગીરી દરમિયાન તેમની સુરક્ષા માટે જરૂરી સેફટી સાધનો પૂરા પાડવામાં આવે છે કે નહીં તે અંગે પૃચ્છા કરી હતી.

આ ઉપરાંત, શહેરમાં રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટો કાર્યરત છે કે નહીં તેની પણ તેમણે ચકાસણી કરી હતી, જેથી રાત્રિના સમયે નગરજનોને સુરક્ષા અને સુવિધાનો અહેસાસ થાય.

વરસાદી સિઝન પૂર્વેની સાવચેતીના ભાગરૂપે કમિશનરે પાણી ભરાવાની શક્યતા વાળા વિસ્તારોમાં વિશેષ સફાઈ કરવા અને પાણીના નિકાલના માર્ગો તેમજ કુંડીઓ ચોખ્ખી રાખવા માટે સૂચનાઓ આપી હતી, જેથી ભારે વરસાદમાં પણ પાણીનો નિકાલ ત્વરિત થઈ શકે.

વધુમાં માર્ગો પર અડચણરૂપ બનતા રખડતા પશુઓના મુદ્દે ગંભીરતા દાખવતા તેમણે જણાવ્યું હતું કે, રસ્તા પર બેસતા પશુઓને પકડીને પાંજરાપોળમાં મોકલવા અને પશુ માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવી, જેથી નાગરિકોને જાનહાનિ કે અકસ્માતનો ભય ન રહે. આમ, કમિશનરની આ સક્રિયતાએ મહાનગરપાલિકાના તંત્રને વધુ ગતિશીલ બનાવ્યું છે.

મનપના કમિશનરના આ નિરીક્ષણ દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે. ગરવાલ સહિત મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.