Close

વરસાદ

Publish Date : 24/07/2026

આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

તારાપુર તાલુકામાં 05 ઇંચ થી વધુ, સોજીત્રામાં 04 ઇંચ થી વધુ, પેટલાદમાં 04 ઇંચ થી વધુ, ખંભાતમાં 03 ઇંચ થી વધુ અને બોરસદ અને આકલાવમાં 01 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો

આણંદ, ગુરૂવાર, આજે સવાર થી આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

જિલ્લા કંટ્રોલરૂમ આણંદ તરફથી આપવામાં આવેલી વિગતો મુજબ આજે સવારે છ કલાકથી બપોરના 14-00 કલાક સુધી તારાપુર તાલુકામાં 136 મી. મી, સોજીત્રા તાલુકામાં 105 મિલિમિટર, ઉમરેઠ તાલુકામાં 03 મિલી મીટર, આણંદ તાલુકામાં ૩૧ મી.મી.,પેટલાદ તાલુકામાં 101 મિલિમિટર, ખંભાત તાલુકામાં 82 મીલીમીટર, બોરસદ તાલુકામાં 33 મિલી મીટર અને આંકલાવ તાલુકામાં 30 મીલીમીટર વરસાદ નોંધાયો છે.

આણંદ જિલ્લામાં આજે નોંધાયેલ વરસાદ મુજબ સૌથી વધુ તારાપુર તાલુકામાં 05 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો જ્યારે સૌથી ઓછો વરસાદ ઉમરેઠ તાલુકામાં 03 મીલીમીટર નોંધાયો છે.