Close

બોરસદ કેનાલ પર રસ્તાના નવીનીકરણ માટે રૂ. ૩.૫૦ કરોડ મંજૂર

Publish Date : 23/07/2026

બોરસદ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ પર ડામર રોડ નિર્માણ માટે રાજ્ય સરકારે આપી વહીવટી મંજૂરી

આણંદ, બુધવાર , ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

 બોરસદ સિંચાઈ ઉપવિભાગ હેઠળ આવતી બોરસદ બ્રાન્ચની ‘બોરસદ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ’ પર સાંકળ ૦ થી ૨૩૮૦ મીટર અને સાંકળ ૯૭૫૦ થી ૧૩૨૨૮ મીટર વચ્ચે આવેલા રસ્તાઓ પર ડામર રોડ બનાવવાની કામગીરી માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સરકાર દ્વારા અંદાજિત રૂ. ૩.૪૯ કરોડની રકમની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે આ વિસ્તારના ગ્રામ્યજનો અને ખેડૂતોને વાહનવ્યવહાર સુવિધામાં મોટો સુધારો થશે.

રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સ અને ટ્રાન્સપરન્સી ઈનિશિયેટિવના ભાગરૂપે આ રોડ પ્રોજેક્ટને ‘મુખ્યમંત્રી ડેશબોર્ડ’ (C.M. Dashboard) સાથે લિંક કરવામાં આવશે, જેથી રાજ્ય કક્ષાએથી બાંધકામની પ્રગતિનું સતત મોનિટરિંગ થઈ શકશે.

આ રસ્તાના નિર્માણથી કેનાલની જાળવણીની સાથે-સાથે આસપાસના ગ્રામીણ વિસ્તારોનું પરિવહન વધુ સુરક્ષિત અને ઝડપી બનશે.