જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયુરીબેન પટેલના વરદ હસ્તે આણંદના વહેરાખાડી ગામમાં નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયુ
Publish Date : 20/07/2026
આણંદ, શનિવાર , મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત આઇ.સી.ડી.એસ. ઘટક આણંદ-૪ ના વહેરાખાડી ગામમાં, GSPC (ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) ના સહયોગથી નવનિર્મિત આંગણવાડી કેન્દ્ર “સોલંકી વગો વિસ્તાર” નું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયુરીબેન પટેલના વરદ હસ્તે રિબન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં એક નાની બાળકીના હસ્તે પરંપરાગત ઘડા સ્થાપનની વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ભૂલકાઓને કંકુ પગલાં કરાવીને ઉત્સાહભેર નવીન આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મયુરીબેન પટેલે જણાવ્યું હતું કે, સરકાર બાળકોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. તેમણે આ નવિન આંગણવાડી કેન્દ્રના માધ્યમથી મળનારા ગુણવત્તાયુક્ત પૂર્વ-પ્રાથમિક શિક્ષણ, પોષણયુક્ત આહાર, રમતાં-રમતાં શીખવાની આધુનિક સુવિધાઓ તેમજ આરોગ્ય વિષયક સેવાઓનો મહત્તમ લાભ લેવા તમામ સ્થાનિકોને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આ સાથે જ તેમણે સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવા બદલ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની કામગીરીને બિરદાવી હતી.
કાર્યક્રમના ભાગરૂપે ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે આંગણવાડી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક દાતા તરફથી ઉદારતા દાખવી આંગણવાડીના બાળકો માટે નાસ્તાની ડિશો તથા ચમચીઓની ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કક્ષાના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી શ્રીમતી વીણાબેન પઢીયાર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રી અશોકભાઈ ઠાકોર, આણંદ-૪ ઘટકના સીડીપીઓ શ્રીમતી દિવ્યાબેન પંજાબી, તાલુકા પંચાયત સભ્યશ્રી શ્રીમતી હેતલબેન રાવલજી, વહેરાખાડી ગામના સરપંચશ્રી, સ્થાનિક અગ્રણીઓ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, આઇ.સી.ડી.એસ. ઘટકના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લાભાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.