Close

મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે બોરસદ તાલુકામાં રૂ. ૩.૭૭ કરોડથી વધુના ખર્ચે વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરાયુ

Publish Date : 17/07/2026

રસ્તાઓ સુદ્રઢ થવાથી વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે : મંત્રી શ્રી રમણભાઈ સોલંકી

આણંદ, ગુરુવાર, ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારોના આંતરમાળખાકીય વિકાસને વેગ આપવાની કટિબદ્ધતાના ભાગરૂપે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કઠાણા સ્ટેશન ખાતે અન્ન, નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે રૂ. ૩.૭૭ કરોડથી વધુના ખર્ચે સાકાર થનારા ત્રણ મહત્વના રોડ પ્રોજેક્ટ્સનું ડિજિટલ/શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાત ‘વિકાસની રાજનીતિ’ સાથે સતત આગળ વધી રહ્યું છે. અંતરિયાળ વિસ્તારોમાં પાકા રસ્તા, પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓ પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. બોરસદ પંથકના ગ્રામીણ રસ્તાઓ સુદ્રઢ થવાથી ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓને પરિવહનમાં ખૂબ જ સરળતા રહેશે અને વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે. તેમણે વધુમા ઉમેર્યુ હતું કે વર્તમાન સરકારે વિકાસકાર્યોની શરૂઆત કરીને ભવિષ્યના લાંબા ગાળાના ફાયદાઓનો પાયો નાખ્યો છે. આ વિકાસકાર્યો માત્ર રસ્તાઓ પૂરતા સીમિત નથી, પરંતુ પંથકમાં પરિવહન સરળ થતાં ઉદ્યોગ-ધંધા અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે, જેના મીઠા ફળ આગામી સમયમાં સૌને મળશે.

ઉલ્લેખનિય છે કે અંદાજે રૂપીયા ૨,૪૫,૩૪,૦૦૦/- ના ખર્ચે કઠાણા સ્ટેશનથી કંકાપુરાનો રોડ, રૂપીયા ૭૨,૫૦,૦૦૦/- ના ખર્ચે કંકાપુરા ચીતરાઈ તલાવડીથી કબીરપુરા વિસ્તારનો રોડ અને અંદાજે રૂ. ૫૯,૪૫,૦૦૦/- ના ખર્ચે કાલુ વાઘેલાપુરા રોડ તૈયાર કરવામાં આવનાર છે. આ ત્રણેય રસ્તાઓ આધુનિક ટેકનોલોજી અને ઉચ્ચ ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણીશ્રી સંજયભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન સહિત અન્ય સ્થાનિક અગ્રણીઓ, સરપંચશ્રીઓ, તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, વિભાગીય ઈજનેર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.