કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલ અને રાજ્યના સહકાર મંત્રીશ્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદ ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો
Publish Date : 15/07/2026
સહકારી ક્ષેત્રને સમર્પિત ભારતની પ્રથમ રાષ્ટ્રીય યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ૩૦૪ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ
વિદ્યાર્થીઓ ગ્રામીણ વિકાસમાં પોતાનું સર્વોત્તમ યોગદાન આપી દેશસેવા કરે તેવો મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ કર્યો અનુરોધ
શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરતી યુનિવર્સિટીના પ્રથમ પ્લેસમેન્ટમાં સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઓફર રૂ. ૪૦.૬૮ લાખ સુધી પહોંચી
આણંદ, મંગળવાર , સહકારી ચળવળના પ્રણેતા શ્રી ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલના નામ પરથી સ્થાપિત અને સહકારી શિક્ષણને સમર્પિત ભારતની પ્રથમ રાષ્ટ્રીય યુનિવર્સિટી એવી ‘ત્રિભુવન સહકારી યુનિવર્સિટી’નો પ્રથમ દીક્ષાંત સમારોહ આણંદ ખાતે આવેલ એનડીડીબી કેમ્પસમાં યોજાયો હતો. આ સમારોહમાં કુલ ૩૦૪ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીની ફાઉન્ડેશનલ સ્કૂલ બનેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (IRMA) દ્વારા સંચાલિત એમબીએ (રુરલ મેનેજમેન્ટ) અભ્યાસક્રમના ૩૦૨ વિદ્યાર્થીઓ અને બે પીએચડી સ્કોલરનો સમાવેશ થાય છે. આ પદવીદાન સમારોહ ભારત સરકારના સહકાર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુરલીધર મોહોલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જ્યારે ગુજરાત સરકારના સહકાર, કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ત્રિભુવન સહકાર યુનિવર્સિટીના આ પ્રથમ દીક્ષાંત સમારોહ પ્રસંગે કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલ એ જણાવ્યું હતું કે, સંસદ દ્વારા વર્ષ ૨૦૨૫માં ખરડો પસાર કરીને ઈરમાને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપી દેશની પ્રથમ ‘ત્રિભુવન સહકારી યુનિવર્સિટી’ તરીકે સ્થાપિત કરવામાં આવી છે, જે સહકાર ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ છે. શ્વેત ક્રાંતિની ભૂમિ આણંદ ખાતે યોજાયેલા આ પ્રથમ દીક્ષાંત સમારોહમાં ૩૦૨ સ્નાતક અને ૨ પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી અને તમામ વિદ્યાર્થીઓનું શત-પ્રતિશત (૧૦૦%) પ્લેસમેન્ટ થવા બદલ તેમણે ગૌરવ વ્યક્ત કર્યું હતું. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી ત્રિભુવનદાસ પટેલ અને ડૉ.વર્ગીસ કુરિયન દ્વારા સ્થાપિત અમૂલ ડેરીના શ્વેત ક્રાંતિના ભવ્ય ઈતિહાસને યાદ કરી વિદ્યાર્થીઓને સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
મંત્રીશ્રી મોહોલ એ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ જુલાઈ ૨૦૨૧માં અલગ સહકાર મંત્રાલયની રચના કરીને સહકારી આંદોલનને અત્યંત મજબૂત અને પારદર્શક બનાવવામાં આવ્યું છે. આગામી પાંચ વર્ષમાં દેશભરમાં ૨ લાખ નવી બહુલક્ષી પેક્સ (PACS) સોસાયટીઓ બનાવવાનો સંકલ્પ છે, જેમાંથી ૩૫,૦૦૦ જેટલી સોસાયટીઓનું ગઠન પણ થઈ ચૂક્યું છે, જ્યારે છેલ્લા ૧૧ વર્ષમાં NCDC દ્વારા દેશભરમાં સહકારી સંસ્થાઓને રૂ. ૪ લાખ કરોડથી વધુની માતબર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. અમૂલ સાથે ૩૬ લાખથી વધુ મહિલાઓ જોડાઈ છે અને વર્ષ ૨૦૨૫-૨૬માં તેનું વાર્ષિક ટર્નઓવર ૧ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે. સહકાર ક્ષેત્રમાં આગામી સમયમાં ૧૭ લાખથી વધુ તાલીમબદ્ધ યુવાનોની જરૂરિયાત ઊભી થવાની છે તેમ જણાવી મંત્રીશ્રીએ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ.જે.એમ.વ્યાસની ૫૨ વર્ષની દીર્ઘકાલીન શૈક્ષણિક સેવાઓને બિરદાવી તેમને નિવૃત્તિ અવસરે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગુજરાતના સહકાર મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ યુનિવર્સિટી સહકાર ક્ષેત્રે દેશ અને દુનિયામાં શિક્ષણનો એક નવો અધ્યાય લખી રહી છે. ગુજરાતમાં સહકારી ચળવળ માત્ર એક આર્થિક મોડલ નથી, પરંતુ તે આપણી જીવન જીવવાની શૈલી છે. ત્રિભુવનદાસ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયનની દુરંદેશીતાથી સ્થપાયેલા આ સહકારી માળખાને ટેક્નોલોજી અને આધુનિક મેનેજમેન્ટથી સજ્જ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના રૂરલ મેનેજમેન્ટ, એગ્રી-બિઝનેસ અને કો-ઓપરેટિવ બેંકિંગ જેવા અભ્યાસક્રમોમાં ૧૦૦ ટકા પ્લેસમેન્ટ પ્રાપ્ત થવું એ સંસ્થાની એક વિશિષ્ટ સિદ્ધિ છે.
કાર્યક્રમ દરમિયાન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પદવી ધારક વિદ્યાર્થીઓની વચ્ચે જઈને તેમની સાથે અત્યંત આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓએ મેળવેલી પદવી અને તેઓ ભવિષ્યમાં દેશ માટે શું કરવા ઈચ્છે છે તે અંગે સવિસ્તૃત ચર્ચા કરી હતી. મંત્રીશ્રીએ યુવા સ્નાતકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે તેઓ પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ ગ્રામીણ વિકાસના કાર્યોમાં કરે તે સમયની માંગ છે. તેમણે દરેક વિદ્યાર્થીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે પોતાનું સક્રિય યોગદાન આપવા વિશેષ અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ દીક્ષાંત સમારોહ એ શિક્ષણનો અંત નથી પરંતુ દેશ અને સમાજ પ્રત્યેની જવાબદારીઓની શરૂઆત છે. વિદ્યાર્થીઓની સફળતામાં તેમના પરિવાર, ગુરુજનો અને સમાજનો મોટો ફાળો છે, તેથી દેશના વિકાસમાં સર્વસ્વ પ્રદાન કરવાના સંકલ્પનો દિવસ છે.
વધુમાં તેમણે આજે રાજ્યના ૧૬,૦૦૦ થી વધુ ગામડાઓમાં ડેરી ક્ષેત્રે માઈક્રો એટીએમ ક્રાંતિ લાવવામાં આવી છે, જેના થકી આશરે રૂ. ૨૬ હજાર કરોડની રકમ સીધી પશુપાલક બહેનો અને ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ રહી છે, જે સમગ્ર દેશ માટે સહકારી બેંકિંગ ક્ષેત્રનું એક શ્રેષ્ઠ મોડેલ પૂરું પાડે છે તેમ જણાવ્યુ હતુ. તેમણે દેશની પ્રગતિની સાથે જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્યની રક્ષા માટે રાસાયણિક ખાતરોનો પ્રયોગ છોડીને વધુમાં વધુ ‘પ્રાકૃતિક ખેતી’ અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. યુવાનો પોતાની કેરિયરમાં સફળતા મેળવવાની સાથે સાથે દેશના ગ્રામીણ અર્થતંત્ર, પશુપાલન અને કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવી ગુજરાત અને ભારતના સર્વાંગી વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ઉત્કૃષ્ટ ફીલ્ડ મેનેજમેન્ટ માટે વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરાયા હતા. જેમાં એમબીએ (રુરલ મેનેજમેન્ટ) અભ્યાસક્રમમાં સર્વોચ્ચ સન્માન મેળવવા બદલ શ્રી નલ્લા સેનાપથી વી. ને ‘કુચિભોટલા વસંતી ગોલ્ડ મેડલ’ એનાયત કરાયો હતો. બે મહિનાના વિલેજ ફીલ્ડવર્ક સેગમેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ કાર્યદેખાવ કરવા બદલ શ્રી અથર્વ ગુંદાવર અને શ્રી મિત લાલવાણીને સંયુક્ત રીતે ‘બેસ્ટ વિલેજ ફીલ્ડવર્ક સેગમેન્ટ એવોર્ડ’ એનાયત કરાયો હતો. જ્યારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠતા બદલ શ્રી નરસિંહને ‘પ્રો. શિલાદિત્ય રૉય મેમોરિયલ એવોર્ડ’ તેમજ ઓપરેશન્સ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠતા બદલ શ્રી રણજિતકુમાર એસ. ને ‘પ્રો. મોનાર્ક બાગ મેમોરિયલ એવોર્ડ’ આપવાનુ જાહેર કરાયુ હતુ.
યુનિવર્સિટીની સંસ્થાકીય પ્રગતિ: યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. જે. એમ. વ્યાસે યુનિવર્સિટીના અહેવાલ અને શૈક્ષણિક પ્રગતિ અંગે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમિયાન યુનિવર્સિટીએ ૩૨ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન કર્યું હતું, જેમાં ૧૫૭ તાલીમ દિવસો આવરી લેવાયા હતા. આ તાલીમનો દેશભરની ૨૭ થી વધુ સરકારી સંસ્થાઓ, સહકારી સંગઠનો તેમજ વિકાસ એજન્સીઓના આશરે ૮૭૫ સહભાગીઓએ લાભ લીધો હતો. તેમણે એમબીએ (રુરલ મેનેજમેન્ટ)ની સ્નાતક થનારી આ બેચનું ૧૦૦% પ્લેસમેન્ટ થયું છે તેમ જણાવી પ્લેસમેન્ટ પ્રક્રિયામાં કુલ ૧૩૫ સંસ્થાઓ અને કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ૮૩ ભરતી કરનારાઓએ કુલ ૩૮૩ ઑફર આપ્યા ઉપરાંત, વિદ્યાર્થીઓને પ્રી-પ્લેસમેન્ટની ૧૩ ઑફર પણ મળી હોવાનુ જણાવ્યુ હતુ.
ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષે બેચને ઓફર કરવામાં આવેલું વાર્ષિક સરેરાશ મહેનતાણું રૂ. ૧૬.૩૪ લાખ રહ્યું હતું, જે અગાઉના વર્ષની સરખામણીએ ૩.૯૪% વધુ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ માટેની સર્વોચ્ચ ઑફર વાર્ષિક રૂ. ૪૦.૬૮ લાખ પર પહોંચી ગઈ હતી, જે અગાઉના શૈક્ષણિક વર્ષની સૌથી મોટી ઑફર કરતાં ૨૭.૭૬% વધુ છે. આ ઉપરાંત સ્નાતક થનારા ટોચના ૧૦% વિદ્યાર્થીઓને વાર્ષિક સરેરાશ રૂ. ૨૮.૦૧ લાખનું પેકેજ મળ્યું છે, જે અગાઉની બેચની સરખામણીએ ૨૫.૬૬% વધુ છે. સહકારી ક્ષેત્રમાં કુલ ૭૨ ઑફર આપવામાં આવી હતી, જે કુલ પ્લેસમેન્ટના ૨૪.૩૨% જેટલી થાય છે. આ ક્ષેત્રે વાર્ષિક સરેરાશ રૂ. ૧૫.૫૪ લાખનું મહેનતાણું આપ્યું છે, જે કન્સલ્ટિંગ પછી સૌથી વધુ મહેનતાણું આપનારી સંસ્થાકીય કેટેગરીમાં બીજા ક્રમે છે. ભરતી કરનારા અગ્રણીઓમાં જીસીએમએમએફ-અમૂલ, આઇસીઆઈસીઆઈ બેંક, મધર ડેરી, એનડીડીબી ડેરી સર્વિસિઝ, આઇડીબીઆઈ બેંક, NCDC અને NDDB નો સમાવેશ થાય છે.
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જે.એમ. વ્યાસ, ઇરમા બોર્ડના કાર્યકારી અધ્યક્ષ શ્રી મિનેશ શાહ, શ્રી શાશ્વત નારાયણ, અમુલ ના એમડી શ્રી જયન મહેતા, ઇરમાના ફેકલ્ટી મેમ્બર્સ, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.