Close

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

Publish Date : 10/07/2026

સોજિત્રા તાલુકાનીની ડાલી પ્રાથમિક શાળાને ‘સ્વચ્છ એવમ હરિત વિદ્યાલય’ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત

દેશના ટોપ-૧૦માં સ્થાન પામી ડાલી પ્રાથમિક શાળાએ સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીમાં સ્થાપ્યો નવો કીર્તિમાન

મિશન લાઈફ અને પર્યાવરણલક્ષી પ્રકલ્પોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડાલી પ્રાથમિક શાળાની રાષ્ટ્ર કક્ષાએ વરણી

ગુજરાતની ૧૫ શાળાઓ પૈકી ડાલી પ્રાથમિક શાળા રાજ્યમાં ટોપ-૫ અને દેશમાં ટોપ-૧૦માં સ્થાન મેળવવામાં સફળ રહી

શાળાના ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ અને બાળ અદાલતના સુદ્રઢ સંચાલનની રાષ્ટ્રીય મૂલ્યાંકન સમિતિ દ્વારા વિશેષ નોંધ લેવાઈ

આણંદ, ગુરુવાર,  આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાની ડાલી પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય કક્ષાએ ‘સ્વચ્છ એવમ હરિત વિદ્યાલય રેટિંગ’ (SHVR) ૨૦૨૫-૨૬નો પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવીને સમગ્ર જિલ્લા અને ગુજરાત રાજ્યનું નામ દેશભરમાં રોશન કર્યું છે.

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામેલી કુલ ૧૯૧ શાળાઓમાં ગુજરાતની ૧૫ શાળાઓનો સમાવેશ થયો છે. આ યાદીમાં આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાની ડાલી પ્રાથમિક શાળાએ ગુજરાત રાજ્યમાં ટોપ-૫ અને રાષ્ટ્રીય સ્તરે ટોપ-૧૦ ક્રમાંકમાં સ્થાન મેળવીને એક વિશિષ્ટ સિદ્ધિ અંકિત કરી છે.

આ પુરસ્કાર માટેની પસંદગી પ્રક્રિયા અત્યંત પારદર્શક માપદંડો પર આધારિત હતી. રાષ્ટ્ર કક્ષાની મૂલ્યાંકન સમિતિએ શાળાની રૂબરૂ મુલાકાત લઈને વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં મુખ્યત્વે શાળાની એકંદર સ્વચ્છતા, વિદ્યાર્થીઓ માટે શુદ્ધ પીવાના પાણીની RO સિસ્ટમ, કુમાર-કન્યા તથા વિકલાંગ બાળકો માટે આધુનિક સેનિટેશન વ્યવસ્થા અને હેન્ડ વોશ સ્ટેશનોની ઉપલબ્ધતાની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળાનું મેન્ટેનન્સ, વિદ્યાર્થીઓના સ્વચ્છતા અંગેના વર્તનમાં પરિવર્તન, મિશન લાઈફ અંતર્ગતની પ્રવૃત્તિઓ, કિચન ગાર્ડન, ઔષધીય બાગ, રેનવોટર હાર્વેસ્ટિંગ, સોલર પેનલ અને કલર કોડ મુજબની કચરાપેટીના ઉપયોગ જેવી બાબતોને આધારે શાળાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ ખાતે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર અને નિયમિતતા, સ્વચ્છતા અને વાલીઓ સાથે સંવાદ ઉપરાંત દરેક વિદ્યાર્થી નું નામાંકન થાય અને ધોરણ 12 સુધીનો અભ્યાસ કરે તે મુજબની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડો. અર્ચનાબેન પ્રજાપતિની દેખરેખ હેઠળ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને ટેકનોલોજી એવોર્ડ વિજેતા આચાર્ય શ્રી જીગ્નેશભાઈ પ્રજાપતિના નેતૃત્વમાં શાળામાં અનેકવિધ રચનાત્મક પ્રોજેક્ટ્સ અમલી બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સમિતિએ શાળાના વિશિષ્ટ પ્રકલ્પો જેવા કે ‘મારી શાળા સ્વચ્છ શાળા’, બાળકોના જન્મદિવસે સાબુની ભેટ, સો ટકા હાજરી ધરાવતા બાળકોનું સન્માન અને પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનની ખાસ નોંધ લીધી હતી.

નોંધનીય છે કે શાળાના બાળકો દ્વારા જ ચલાવવામાં આવતી ‘બાળ અદાલત’ અને વિવિધ સમિતિઓ દ્વારા થતું શાળાનું સંચાલન એ લોકશાહી મૂલ્યો અને નેતૃત્વના વિકાસ માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સમિતિએ બાળકો સાથે સીધો સંવાદ કરી શાળામાં કરવામાં આવતી કામગીરીની વિશેષ નોંધ લીધી હતી.

શાળાની આ સફળતા અંગે હર્ષ વ્યક્ત કરતા આચાર્ય શ્રી જીગ્નેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ પુરસ્કાર એ શાળાના તમામ શિક્ષકોના ટીમ વર્ક અને બાળ અદાલત અંતર્ગત બાળકોએ કરેલી રાત-દિવસની મહેનતનું પરિણામ છે. શાળામાં ચાલતા ‘પંચામૃત’ જેવા પ્રોજેક્ટમાં બાળકોના આરોગ્ય અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. પર્યાવરણ જાળવણી માટે શિક્ષકોના જન્મદિવસે છોડ સાથેના કુંડાની ભેટ આપવી અને સ્વાગત માટે બાળકો દ્વારા કાગળમાંથી બનાવેલા સર્જનાત્મક બુકેનો ઉપયોગ જેવી બાબતો શાળાની વિશેષ ઓળખ બની છે. ડાલી પ્રાથમિક શાળાને મળેલ રાષ્ટ્રીય પુરસ્કાર શાળાના શૈક્ષણિક અને સામાજિક ઉત્તરદાયિત્વને વધુ મજબૂત બનાવશે, તેમ તેમણે કહ્યું હતું.

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ

 

 

રાષ્ટ્રીય સ્તરે આણંદનું ગૌરવ