Close

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

Publish Date : 06/07/2026

નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા સજ્જ: શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈ અભિયાન તેજ

આણંદ, શનિવાર, કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના ઝડપી અને અસરકારક નિકાલ માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી મોસમ દરમિયાન નાગરિકોને પાણી ભરાવવાની સમસ્યાથી મુક્તિ મળે, વાહનવ્યવહારની અવરજવરમાં કોઈ અવરોધ ન આવે અને આરોગ્ય સંબંધિત ગંભીર પ્રશ્નો ઉભા ન થાય તે હેતુથી મહાનગરપાલિકાની ટીમ હાલ સતત કાર્યરત છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનોની સફાઈ પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, જેથી પાણીના પ્રવાહને કોઈપણ અવરોધ વિના સરળતાથી વહેવડાવી શકાય અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ભરાવાની સ્થિતિને અટકાવી શકાય.

શહેરના દરેક વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય અને નાગરિકોને પાયાની સુવિધાઓ મળી રહે તે માટે મહાનગરપાલિકા મક્કમ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે. ચોમાસા દરમિયાન ઉભી થતી તાત્કાલિક સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે ખાસ વહીવટી આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત ટેકનિકલ સ્ટાફ અને સફાઈ કર્મીઓ દ્વારા વરસાદી માહોલમાં પણ મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે.

મહાનગરને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર શહેર બનાવવાના સંકલ્પ સાથે મહાનગરપાલિકા સતત કામગીરી કરી રહી છે.