આણંદ જિલ્લા પંચાયત શ્રી પ્રમુખ મયુરીબેન પટેલના હસ્તે બોરસદ તાલુકામાં ૮૪.૬૦ લાખના ખર્ચે નવનિર્મિત ૦૪ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ
Publish Date : 06/07/2026
GSPC ના સહયોગથી બોરસદના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને પોષણના નવા દ્વાર ખુલ્યા: ચાર ગામોને મળી અદ્યતન આંગણવાડીની ભેટ
આણંદ, શનિવાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં બાળ કલ્યાણ અને પાયાના શિક્ષણને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.
આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મયુરીબેન પટેલના વરદ હસ્તે બોરસદ તાલુકાના વિવિધ ગામોમાં કુલ ચાર નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. જી.એસ.પી.સી. (Gujarat State Petroleum Corporation) અંતર્ગત નિર્મિત આ કેન્દ્રો ગ્રામીણ સ્તરે બાળકોના સર્વાંગી વિકાસ માટે આધુનિક સુવિધાઓ પૂરી પાડશે.
આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મયુરીબેન પટેલે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે બોરસદ તાલુકામાં awc માળખાકીય સુવિધા ઉપલબ્ધ થવાથી બાળકોના પોષણ અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો આવશે અને ICDS લાભાર્થીઓ ને યોજનાનો વધુ સુદ્રઢ રીતે મળશે.
ઉલ્લેખનીય છે કે આ નવીન આંગણવાડીઓ આઇ.સી.ડી.એસ. બોરસદ ઘટક-૧ અને બોરસદ ઘટક-૩ હેઠળ કાર્યરત કરવામાં આવી છે. જેમાં ઘટક-૧ હેઠળ બોચાસણ ગામનું મોતીપુરા આંગણવાડી કેન્દ્ર અને ઘટક-૩ હેઠળ ઇન્દિરા કોલોની-સુરકુવા, એક્તાનગર, નાપા તળપદ તથા સિંગલાવ ગામ વિસ્તારની આંગણવાડીનો સમાવેશ થાય છે. આ પ્રત્યેક આંગણવાડી કેન્દ્રના બાંધકામ પાછળ ૨૧,૧૫,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેના પગલે કુલ ૮૪,૬૦,૦૦૦ રૂપિયાના માતબર ખર્ચે આ ચાર આંગણવાડીના ભવનો તૈયાર કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેજલબેન ગોસ્વામી, બાળ વિકાસ યોજના અધિકારી માલતીબેન પઢિયાર, ઉર્વશીબેન વાણીયા, બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સોનલબેન યોગેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય સાજીદભાઇ રાણા, અને નયનાબેન શાંતિલાલ ઠાકોર, સિંગલાવના સરપંચ નિરેનભાઇ પટેલ, સુરકુવાના સરપંચ વિપુલભાઇ ઠાકોર, નાપાના કાજી સાલીમભાઇ તેમજ કારોબારી ચેરમેન ઘનશ્યામભાઇ સહિત ગ્રામજનો, વાલીઓ હાજર રહ્યા હતા.