Close

વિદ્યાનગર બી.બી.આઈ.ટી. કોલેજ પાસેનો માર્ગ એક મહિના માટે બંધ: કાટમાળ હટાવવાની કામગીરીને પગલે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર

Publish Date : 03/07/2026

તા.૧૬/૦૭/૨૦૨૬ સુધી વી.વી.સી.સી. બેંક સામેથી બી.બી.આઈ.ટી. કોલેજ ગેટ સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે બંધ રાખવા હુકમ

આણંદ, ગુરૂવાર, વલ્લભ વિદ્યાનગર સ્થિત બી.બી.આઈ.ટી. પોલિટેકનિક કોલેજના બિલ્ડીંગનો એક ભાગ ગત તારીખ ૧૪ મે ના રોજ ફોલ્સ સીલીંગની કામગીરી દરમિયાન ધરાશાયી થતાં, સુરક્ષાના કારણોસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ લલિતકુમાર એ. પટેલ દ્વારા કોલેજ પાસેના મુખ્ય માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

હાલમાં ઘટનાસ્થળેથી કાટમાળ ખસેડવાની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરી દરમિયાન કોઈ ઘટના ન બને તે હેતુથી તા.૧૬/૦૭/૨૦૨૬ સુધી વી.વી.સી.સી. બેંક સામેથી બી.બી.આઈ.ટી. કોલેજ ગેટ સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે.

વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યા છે, રૂટ 1 મુજબ વી.વી.સી.સી. બેંક સામેથી બીબીઆઇટી કોલેજ ગેટ રોડ તરફ જનારા વાહનો મોટા બજાર ચોકડીથી લક્ષ્મીપાન થી ટર્મિનલ ચોકડી તરફ આવી તેમજ જઈ શકશે તથા રૂટ 2 મુજબ વી.વી.સી.સી. બેંક સામેથી બીબીઆઇટી કોલેજ ગેટ રોડ તરફ જનારા વાહનો મોટા બજાર ચોકડીથી લક્ષ્મીપાન થી કાકા પાન તરફ આવી તેમજ જઈ શકશે.

આ જાહેરનામાના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.