ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
Publish Date : 02/07/2026
પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે સાંસદ શ્રી મિતેશભાઇ પટેલની અધ્યક્ષતામાં નમો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો
આણંદ,બુધવાર, રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં તા. ૧ જુલાઈથી તા. ૭ જુલાઈ સુધી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજ ખાતેથી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
આ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં પેટલાદ ખાતેની એસ.એસ. હોસ્પિટલ ખાતે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શ્રી મિતેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, સ્વચ્છતા રાખવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. ‘નમો સ્વચ્છતા અભિયાન’ દ્વારા આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ થશે, જે દર્દીઓ તેમજ તેમના સ્વજનો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. તેમણે આણંદ જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર ખાતે ખાસ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલું આ અભિયાન માત્ર એક સપ્તાહ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ સ્વચ્છતાને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવા તેમણે જણાવ્યું હતું. તમામ આરોગ્ય કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો આ અભિયાનમાં સક્રિય સહભાગી બને અને પોતાના કાર્યસ્થળ તથા આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવામાં યોગદાન આપવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે આજે ડોક્ટર ડે નિમિત્તે હોસ્પિટલ ના સૌ ડોક્ટર્સ ને શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર.એન.ડોડીયા સહિત પેટલાદ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. શ્રી કાપડિયા, આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.અમર પંડ્યા, અધિકારીશ્રીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.